Home> Technology
Advertisement
Prev
Next

AC ને ઘરે જ કરો સાફ? ઠંડું બરફ જેવું થઇ જશે ઘર અને રૂપિયા પણ બચશે, જાણો રીત

Ac Servicing Tips: જો તમારે ACની સર્વિસ કરવાની બાકી હોય અને જો તમે તેમા માટે કારીગર બોલાવા જતા હોવ તો જરા થોભી જજો... જરા આટલી ટિપ્સ જાણી લેજો તમારા રૂપિયા બચી જશે..
 

AC ને ઘરે જ કરો સાફ? ઠંડું બરફ જેવું થઇ જશે ઘર અને રૂપિયા પણ બચશે, જાણો રીત

Ac Servicing Tips: ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને થોડા દિવસોમાં તેનાથી છૂટકારો મેળવવા માટે લોકો AC અને કુલરનો સહારો લેવાનું શરૂ કરશે. આવી સ્થિતિમાં, જો તમારે ACની સર્વિસ કરવાની બાકી હોય અને જો તમે તેમા માટે કારીગર બોલાવા જતા હોવ તો જરા થોભી જજો... જરા આટલી ટિપ્સ જાણી લેજો તમારા રૂપિયા બચી જશે..

સિક્યોરિટી ગાર્ડનો પુત્ર IPL માં બન્યો કરોડપતિ, પિતાને આશા દેશ માટે રમશે તેમનો લાલ
IPL 2024: 17 દિવસનું શિડ્યુલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે ધોની-વિરાટની ટીમ

શક્ય છે કે ભારે ACની વધુ માંગના કારણે તમારી ત્યાં ઝડપથી કોઈ ACની સર્વિસ કરવા પણ ન આવે અને આવેતો વધુ ચાર્જ લે તેવું બની શકે. જો તમારે સમયસર તમારી સમસ્યાનો ઉકેલ જોઈ તો હોય તો અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવીશું જેને અપનાવીને તમે ન માત્ર આ સમસ્યાઓથી બચી શકો છો પરંતુ ઉનાળામાં તમારું AC પણ સારું રહેશે.

સર્વિસિંગમાં વિલંબ થવા પર આ કામ જાતે કરો
જો તમે ACથી સારી ઠંડક મેળવવા માંગતા હો તો તમારે તેની સમયસર સર્વિસ કરાવવી જરૂરી છે. જેના માટે સિઝનની શરૂઆત શ્રેષ્ઠ સમય છે પરંતુ જો કોઈ કારણસર સર્વિસ ન થઈ હોય તો તમે તેનું ફિલ્ટર જાતે પણ સાફ કરી શકો છો. જો AC વિન્ડો હોય, તો ફિલ્ટર તેના પાછળના ભાગમાં હોય છે, જો યુનિટ AC હોય તો તે તેના આઉટડોર યુનિટમાં હશે. ફિલ્ટરને ઓછા પ્રેસરથી પણ સરળતાથી સાફ કરી શકાય છે.

ગુજરાતમાં લગાવવામાં આવશે લંડન આઇ કરતાં પણ મોટો ઝૂલો 'Gift Eye', જાણો કેટલી હશે ઉંચાઇ
Recruitment 2024: રૂપિયાના ઢગલા પર બેસીને કરો કામ, 3000 પદો માટે ભરતીનું નોટિફિકેશન

કૂલિંગ કોઇલ સાફ કરો
કૂલિંગ કોઇલને કૂલિંગ કન્ડેન્સર પણ કહેવામાં આવે છે. જ્યારે તે ગંદુ હોય ત્યારે પણ ACની ઠંડક ઓછી થઈ જાય છે. વિન્ડો ACમાં તે જમણી બાજુએ છે અને સ્પ્લિટ ACમાં તે ઇન્ડોર યુનિટની અંદર હોય છે. તેને સાફ કરવા માટે, ઉપરના કવરને દૂર કરીને અને ટૂથબ્રશનો ઉપયોગ કરીને તેને સરળતાથી સાફ કરી શકાય છે.

સૂર્યપ્રકાશના બહારના સંપર્કને ટાળો
મોટાભાગના લોકો આ બાબતમાં બેદરકાર જોવા મળે છે, કારણ કે મોટા ભાગના સ્પ્લિટ AC તડકામાં રાખવામાં આવતા હોય છે. ACનો ભાગ તડકામાં હોવાથી ગરમ થાય જેથી ઠંડકની ક્ષમતાને અસર કરે છે. બીજી તરફ, જો AC જૂનું થઈ ગયું હોય તો તડકાથી ગરમ થયા પછી એટલી ઝડપથી ઠંડક આપી શકતું નથી.

ગુજરાતના આ મંદિરમાં ધબકે છે શ્રી કૃષ્ણનો શ્વાસ! જાણો શું છે રહસ્ય
પર્સમાં અચૂક રાખો આ વસ્તું ક્યારે ખૂટશે નહી રૂપિયા, એક ઝાટકે બદલાઇ જશે ભાગ્ય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More