Home> Technology
Advertisement
Prev
Next

ઈલેક્ટ્રિક ગાડીઓની બેટરીને ચાર્જ થવામાં કેટલો સમય લાગે છે, જાણી લો આ મહત્વની વાત

ઈલેક્ટ્રિક કારની બેટરીના ચાર્જિંગના સમયમાં આગામી દિવસોમાં ઘટાડો થશે, ફાસ્ટ ચાર્જિંગ માટે થઈ રહ્યાં છે પ્રયાસ.

ઈલેક્ટ્રિક ગાડીઓની બેટરીને ચાર્જ થવામાં કેટલો સમય લાગે છે, જાણી લો આ મહત્વની વાત

નવી દિલ્લીઃ પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો વાતાવરણમાં પ્રદુષણ ફેલાવવા માટે જવાબદાર હોય છે. ગ્લોબલ વોર્મિંગના જોખમને ઘટાડવા માટે આજે વાહનો બનાવતી અનેક દિગ્ગજ કંપનીઓ ઈલેક્ટ્રિક વાહનો તરફ વળી રહી છે. ઈલેક્ટ્રિક વાહનોની મદદથી પ્રદુષણ ફેલાશે નહીં તેમજ કાર્બનનું ઉત્સર્જન પણ ઘટશે. બીજી બાજુ ઈંધણના વધતા ભાવને કારણે લોકો પણ ઈલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યાં છે. પરંતુ લોકોમાં હજુ એક પ્રશ્ન છે કે આખરે ઈલેક્ટ્રિક વાહને ચાર્જ થવામાં કેટલો સમય લાગે છે. આવો જાણીએ આ અહેવાલમાં.

ચાર્જિંગમાં કેટલો સમય લાગે છે?
લોકો મોટા પાસે ઈલેક્ટ્રિક કારનો તો ખરીદી લે છે, પરંતુ વાત જ્યારે તેના ચાર્જિંગની આવે છે ત્યારે આ કાર માલિકો કંટાળી જાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઘણી કારોમાં ફાસ્ટ ચાર્જિંગનું ઓપશન મળતું નથી. અને જે કારમાં ફાસ્ટ ચાર્જિંગ સુવિધા મળે છે તે કારનો ભાવ વધુ હોય છે. ઈલેક્ટ્રિક કારોમાં 2 પ્રકારનું ચાર્જિંગ થાય છે. ફાસ્ટ ચાર્જિંગમાં 60-120 મિનિટ જેટલો સમય લાગે છે. જ્યારે સ્લો ચાર્જિંગ અથવા ઓલટરનેટ ચાર્જિંગમાં 6-7 કલાકનો સમય લાગે છે.

પેટ્રોલ-ડીઝલ પુરાવવા કરતાં ઓછા સમયમાં ફૂલ ચાર્જ થશે કાર-
પેટ્રોલ પંપ પર અવારનવાર ભીડ હોવાને કારણે તમારે તમારી કારમાં ઈંધણ પુરાવવા માટે 10થી 12 મિનિટનો સમય લાગતો હશે. પરંતુ ઓછા સમયમાં ઈલેક્ટ્રિક કારને સંપૂર્ણ ચાર્જ કરવાનો દાવો ક્યારે અને કોણે કર્યો, આવો જણાવીએ. ગયા વર્ષે 2021માં ચીનની ઓટો કંપની GACએ કહ્યું હતું કે તે તેની ઈલેક્ટ્રિક SUV Aion V EVમાં 3C અને 6C ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી આપશે. કંપનીએ એવો પણ દાવો કર્યો હતો કે તેના 3C ચાર્જર સાથે Aion V EV માત્ર 16 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ શકે છે. જ્યારે 6C ચાર્જર માત્ર 8 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ શકે છે. એટલે કે, 6C ચાર્જર માત્ર 10 મિનિટમાં આ મોડલને સંપૂર્ણપણે ચાર્જ કરશે. જો કે, ત્યારે વિશ્વના કેટલાક ઓટો નિષ્ણાતોએ તેને ચીની કંપનીની માર્કેટિંગ રણનીતિ ગણાવી હતી.

પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીનો દાવો-
અગાઉ અમેરિકાની પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એવી લિથિયમ-આયન બેટરી વિકસાવવાનો દાવો કર્યો હતો જે 10 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે વધેલા તાપમાનમાં બેટરી ચાર્જ કરવાની ટેક્નોલોજીને કારણે આવું કરવું શક્ય બન્યું છે. તે જ સમયે, એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી 480 કિમી સુધી ચાલતા ઇલેક્ટ્રિક વાહન વિશેની માહિતી શેર કરવામાં આવી હતી.

નિષ્ણાંતોએ જણાવ્યું કે ચાર્જિંગની સમસ્યાથી મુક્ત થયા બાદ સામાન્ય જનતા ઝડપથી ઈલેક્ટ્રિક વાહનોને અપનાવશે. ચાર્જિંગના સમયને ઓછો કરવા માટે વૈજ્ઞાનિકો તેમજ મોટર કંપનીઓ પ્રયાસ કરી રહી છે.

ચાર્જિંગમાં કેટલો ખર્ચ?
ઈલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ રેટ વિશે વાત કરવામાં આવે તો, શહેરમાં એક કારને ચાર્જ કરવા માટે સરેરાશ 15થી 20 રૂપિયા પ્રતિ યુનિટ ખર્ચવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ, કાર 20થી 30 યુનિટ વીજળીમાં ચાર્જ થાય છે. આ સ્થિતિમાં અલગ-અલગ શહેરોમાં વાહન ચાર્જ કરવાનો ખર્ચ 150થી 200 રૂપિયા અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે. વિવિધ ઓટોમોબાઈલ કંપનીઓ એક ફુલ ચાર્જ પર 100 કિલોમીટરથી લઈને 200 કિલોમીટર સુધી ઇલેક્ટ્રિક કાર ચલાવવાનો દાવો કરે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More