મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી હેઠળ આવતી કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે એક હાઈલેવલ વોર્નિંગ બહાર પાડી છે. આ વોર્નિંગ એન્ડ્રોઈડના અલગ અલગ વર્ઝનમાં મળેલી ખામીઓને લઈને બહાર પાડવામાં આવી છે. આ વર્ઝનમાં લેટેસ્ટ એન્ડ્રોઈડ 13 પણ સામેલ કરાઈ છે. આ ખામીઓનો ફાયદો ઉઠાવીને એટેકર્સ ડિવાઈસિસને એટેક કરી શકે છે અને સંવેદનશીલ જાણકારીઓ ચોરી પણ કરી શકે છે.
એક ઓફિશિયલ નોટમાં કહેવાયું છે કે એન્ડ્રોઈડમાં અનેક ખામીઓ વિશે જાણકારી મળી છે. આ ખામીઓનો ફાયદો એટેકર્સ સંવેદનશીલ જાણકારીઓ મેળવવા માટે અને ટારગેટેડ સિસ્ટમને કંટ્રોલ કરવા માટે કરી શકે છે.
CERT-In દ્વારા ઉજાગર કરાયેલી તમામ નબળાઈઓનું લિસ્ટ
CVE-2020-29374
CVE-2022-34830
CVE-2022-40510
CVE-2023-20780
CVE-2023-20965
CVE-2023-21132
CVE-2023-21133
CVE-2023-21134
CVE-2023-21140
CVE-2023-21142
CVE-2023-21264
CVE-2023-21267
CVE-2023-21268
CVE-2023-21269
CVE-2023-21270
CVE-2023-21271
CVE-2023-21272
CVE-2023-21273
CVE-2023-21274
CVE-2023-21275
CVE-2023-21276
CVE-2023-21277
CVE-2023-21278
CVE-2023-21279
CVE-2023-21280
CVE-2023-21281
CVE-2023-21282
CVE-2023-21283
CVE-2023-21284
CVE-2023-21285
CVE-2023-21286
CVE-2023-21287
CVE-2023-21288
CVE-2023-21289
CVE-2023-21290
CVE-2023-21292
CVE-2023-21626
CVE-2023-22666
CVE-2023-28537
CVE-2023-28555
આ એન્ડ્રોઈડ વર્ઝન પ્રભાવિત થયા
CERT-In ના જણાવ્યાં મુજબ જે એન્ડ્રોઈડ વર્ઝન પ્રભાવિત થયા છે તેમાં 10, 11, 12, 12L અને 13 સામેલ છે. આ વર્ઝનમાં મુશ્કેલીઓ ફ્રેમવર્ક, એન્ડ્રોઈડ રનટાઈમ, સિસ્ટમ કમ્પોનેન્ટ, ગૂગલ પ્લે સિસ્ટમ અપડેટ્સ, કર્નલ, આર્મ કમ્પોનન્ટ, MediaTek કમ્પોનન્ટ્સ અને ક્વોલકોમ ક્લોઝ્ડ-સોર્સકમ્પોનન્ટ્સમાં ખામીઓના કારણે આવી છે.
શું છે જોખમ?
- એટેકર્સને મળી શકે છે ડિવાઈસનો કંટ્રોલ
- હેકર્સ સંવેદનશીલ જાણકારીઓ, પાસવર્ડ, ફોટા, અને ફાઈનાન્શિયલ ડેટાને એક્સેસ કરી શકે છે.
- કામ કરવાનું બંધ કરી શકે છે ડિવાઈસ.
- ડિવાઈસમાં ખતરનાક સોફ્ટવેર ઈન્સ્ટોલ કરી શકાય છે.
તમારા ડિવાઈસને કોઈ પણ એટેકથી બચાવવા માટે તેને તરત અપડેટ કરો. ગૂગલે સિક્યુરિટી પેચ બહાર પાડ્યો છે. એન્ડ્રોઈડ ફોનને અપડેટ કરવા માટે Settings > System> System updates પર જાઓ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે