Home> Technology
Advertisement
Prev
Next

પોતાના ફોનમાંથી તાત્કાલિક દૂર કરો આ 17 એપ્સ, ડેટા ચોરીને લઇને ગૂગલે કરી બેન

જોકે આ એપ્સ સ્પાઇવેરનું કામ કરે છે. એટલે કે સ્માર્ટફોન્સના ડેટા કલેક્ટ કરે છે. તેમાં એસએમએસ મેસેજ, કોન્ટેક્ટ લિસ્ટ અને ડિવાઇસની જાણકારી સામેલ છે. 

પોતાના ફોનમાંથી તાત્કાલિક દૂર કરો આ 17 એપ્સ, ડેટા ચોરીને લઇને ગૂગલે કરી બેન

નવી દિલ્હી: ગૂગલે પોતાના એપ પ્લેટફોર્મ પરથી 17 એપ્સ દૂર કરી છે. આ એપ જોકર નામના મૈલવેયરથી ઇનફેક્ટેડ મળી આવી. તાજેતરમાં જ કેલિફોરોનિયા બેસ્ડ સિક્યોરિટી ફર્મે આ એપ્સને લઇને ગૂગલને સાવધાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જોકર મૈલવેયર નવો નથી અનએ પહેલાં પણ તેના દ્વારા એપ્સ યૂઝર્સનો ડેટા કરે છે. પહેલાં પણ ગૂગલે જોકર મૈલવેયરવાળી કેટલીક એપ્સ દૂર કરી હતી. 

જોકે આ એપ્સ સ્પાઇવેરનું કામ કરે છે. એટલે કે સ્માર્ટફોન્સના ડેટા કલેક્ટ કરે છે. તેમાં એસએમએસ મેસેજ, કોન્ટેક્ટ લિસ્ટ અને ડિવાઇસની જાણકારી સામેલ છે. 

Zscaler સિક્યોરિટીએ કહ્યું કે 'આ સ્પાઇવેર એપ્સને મેસેજ, કોન્ટેક્ટ લિસ્ટ, ડિવાઇસ ઇન્ફોર્મેશન જેવા ડેટા ચોરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. એટલું જ નહી આ એપ્સ યૂઝર્સને કહ્યા વિના વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ એટલે WAP સર્વિસમાં સાઇન-અપ પણ કરે છે. 

જોકે જ્યાં સુધી ગૂગલ આ એપ્સને પોતાના પ્લે સ્ટોર પરથી હટાવી શકે ત્યાં સુધી આ એપ્સને 1.20 લાખ વાર ડાઉનલોડ કરવામાં આવી હતી. અમે તમને તે એપ્સની યાદી આપી રહ્યા છીએ જેને હટાવવામાં આવી છે. 

જો તમે પણ તમારા ફોનમાં આ એપ્સને ઇન્સ્ટોલ કરી છે તો તેને તાત્કાલિક ડિલીટ કરી દો. કારણ કે આ એવી એપ્સ છે જે યુટિલિટી બેસ્ડ છે અને લોકો તેને મોબાઇલના નાના કામો માટે ઇન્સ્ટોલ કરે છે. 

તે એપ્સની યાદીને જેને ગૂગલે દૂર કરી છે. 

All Good PDF Scanner
Mint Leaf Message-Your Private Message
Unique Keyboard - Fancy Fonts & Free Emoticons
Tangram App Lock
Direct Messenger
Private SMS
One Sentence Translator - Multifunctional Translator
Style Photo Collage
Meticulous Scanner
Desire Translate
Talent Photo Editor - Blur focus
Care Message
Part Message
Paper Doc Scanner
Blue Scanner
Hummingbird PDF Converter - Photo to PDF

ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More