Home> Technology
Advertisement
Prev
Next

Google Pay યૂઝર્સ માટે મોટા સમાચાર, બદલાઇ જશે તમારી પેમેન્ટ એપ, કંપનીએ કરી જાહેરાત

ઓનલાઇન પેમેન્ટ ટ્રાંસફર એપ ગૂગલ પેમાં જલદી જ મોટા ફેરફાર થવાના છે. કંપની તરફથી પેમેન્ટના નવા ઇન્ટરફેસ બનાવવામાં આવ્યા છે. આ એપના નવા અપડેટ Pixel ફોન રાખનાર યૂઝર્સ માટે રોલઆઉટ કરી દીધા છે. કંપનીએ Google blog Post માં તેની જાણકારી આપી છે. 

Google Pay યૂઝર્સ માટે મોટા સમાચાર, બદલાઇ જશે તમારી પેમેન્ટ એપ, કંપનીએ કરી જાહેરાત

નવી દિલ્હી: ઓનલાઇન પેમેન્ટ ટ્રાંસફર એપ ગૂગલ પેમાં જલદી જ મોટા ફેરફાર થવાના છે. કંપની તરફથી પેમેન્ટના નવા ઇન્ટરફેસ બનાવવામાં આવ્યા છે. આ એપના નવા અપડેટ Pixel ફોન રાખનાર યૂઝર્સ માટે રોલઆઉટ કરી દીધા છે. કંપનીએ Google blog Post માં તેની જાણકારી આપી છે. 

જલદી મળશે બાકી યૂઝર્સને અપડેટ
તમને જણાવી દઇએ કે જલદી જ Google pay નું અપડેટ બાકી સ્માર્ટફોનમાં મળવાનું શરૂ થઇ ગયું છે. Google pay નું beta અપડેટ સિંગાપુર અને ઇન્ડિયન યૂઝર્સને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ અપડેટ એન્ડ્રોઇડ સાથે iOS યૂઝર્સ માટે પણ જાહેર કરવામાં આવશે. 

Google Pay | Paytm | Tiktok |  Android | iOS

શું હશે ફેરફાર 
Android Police ના રિપોર્ટ અનુસાર ગૂગલ પે આ નવા ઇન્ટરફેસમાં બોટમ ટેબને હટાવી દેવામાં આવશે અને તમામ જગ્યા પર નેવિગેશનને hamburger મેન્યુને શિફ્ટ કરી દેવામાં આવશે. 

આવું દેખાશે હોમ પેજ
આ ઉપરાંત નવા હોમ પેજ પર ફક્ત પેમેન્ટ કાર્ડ અને લોયલ્ટી કાર્ડની સ્ક્રોલિંગ લિસ્ટ જોવા મળશે. સાથે જ બોટમ રાઇડ કોર્નર ફ્લોટિંગ એક્શન બટનથી નવા પેમેન્ટ કાર્ડ, લોયલ્ટી પ્રોગ્રામ, ગિફ્ટ કાર્ડ અને ટ્રાંજિટ ટિક્ટ્સને ઉમેરવામાં આવી શકે છે. 

VIDEO: સુશાંત સિંહનો આ વીડિયો તમે પહેલીવાર જોઇ રહ્યા હશો, જે કહી જાય છે ઘણું બધું

આવશે આ નવા અપડેટ
Hamburger મેન્યૂની એન્ટ્રી થયા બાદ તમે પેમેન્ટને સરળતાથી રિઓર્ડર કરી શકશો. આ સાથે જ એક્સપાયર થવાર પાસ વિશે પણ જાણકારી લઇ શકશો. હોમ મેન્યૂના અપર સાઇડ Add a new payment method ઓપ્શન આપવામાં આવશે. પેમેન્ટ Method માં પણ કેટલાક ફેરફાર જોવા મળશે. 

મળશે નવા ઇન્ટરફેસ
કંપની તરફથી Google Pay ના ક્લીન ને ફ્લેક્સિબલ ઇન્ટરફેસ આપવામાં આવશે. આ ઇન્ટરફેસના કોડને ફરીથી લખવામાં આવ્યા છે. એવામાં ખૂબ જ જલદી નવા ઇન્ટરફેસ જોવા મળશે. 

10 મિલિયનથી વધુ વખત થયું છે ડાઉનલોડ
તમને જણાવી દઇએ કે Google Pay કે 18 સપ્ટેમ્બર 2017ના રોજ લોન્ચ કરવામાં આવ્યા હતા. તેની લોન્ચિંગ બાદથી લોકોમાં તેનો ક્રેજ વધી ગયો છે. Google Pay તાજેતરમાં જ દુનિયામાં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવનાર પેમેન્ટ એપ બની ગઇ છે. આખી દુનિયામાં અત્યાર સુધી 10 મિલિયનથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More