Home> Technology
Advertisement
Prev
Next

Googleનો Pixel 3 અને Pixel 3 XL થયો લોન્ચ, ભારતમાં કિંમત જાણવા માટે કરો ક્લિક

ગૂગલે ન્યૂ યોર્કના એક કાર્યક્રમમાં પિક્સલ સ્લેટ ટેબલટે અને પિક્સલબુક લેપટોપ અને ગૂગલ હોમ હબ ડિવાઇસથી પડદો ઉઠાવ્યો છે

Googleનો Pixel 3 અને Pixel 3 XL થયો લોન્ચ, ભારતમાં કિંમત જાણવા માટે કરો ક્લિક
Updated: Oct 10, 2018, 04:30 PM IST

નવી દિલ્હી : સર્ચ એન્જિન કંપની ગૂગલે પોતાની ત્રીજી પેઢીના સ્માર્ટફોન પિક્સલ 3 અને પિક્સલ 3 એક્સએલને લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનની ટક્કર એપલના આઇફોન એક્સએસ અને સેમસંગના નોટ 9 સાથે થશે. આ બંને સ્માર્ટફોન 1 નવેમ્બરથી ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ થશે. જોકે ત્રીજી પેઢીનો ફોન લોન્ચ થયા પછી બીજી પેઢીને સ્માર્ટફોન પિક્સલ 2 એક્સએલની 64 જીબી એડિશનનું વેચાણ ચાલુ રહેશે. 

ગૂગલે ન્યૂ યોર્કના એક કાર્યક્રમમાં પિક્સલ સ્લેટ ટેબલટે અને પિક્સલબુક લેપટોપ અને ગૂગલ હોમ હબ ડિવાઇસથી પડદો ઉઠાવ્યો છે. નવી પેઢીના સ્માર્ટફોનના લોન્ચિંગ કાર્યક્રમને નામ આપવામાં આવ્યું હતું 'મેડ બાય ગૂગલ'.

નવા સ્માર્ટફોનના ડિઝાઇન, કેમેરા અને પ્રોસેસરને અપગ્રેડ કરીને લોન્ચ કરવામાં આવ્યા છે. બંને ફોનના ડિસ્પ્લે, બેટરી અને ડિઝાઇનમાં અંતર છે પણ મોટાભાગના ફિચર્સ લગભગ સરખા જ છે. ગૂગલ Pixel 3માં 5.5 ઇંચનો ડિસ્પ્લે છે જ્યારે Pixel 3 XLમાં 6.3 ઇંચનો ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. આમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડ્યુઅલ સેલ્ફી કેમેરાથી સજ્જ આ સેલ્ફી કેમેરામાં રિયર કેમેરા 12.2 મેગાપિક્સેલનો છે. 

ભારતમાં પિક્સલ રેન્જની કિંમત 71,000 રૂ.થી શરૂ થશે. પિક્સલ 3ના 64  જીબી વેરિઅન્ટની કિંમત 71,000 રૂ. અને 128 જીબીની કિંમત 80,000 રૂ. હશે. ભારતમાં આ ફોનનું ઓનલાઇન બુકિંગ 11 ઓક્ટોબરથી શરૂ થવાનું છે અને વેચાણ 1 નવેમ્બરથી થશે. 

ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે