Home> Technology
Advertisement
Prev
Next

ધરતી પર નહી રહે મચ્છરનું નામોનિશાન, ગૂગલના આઇડિયા પર દુનિયાની નજર

ધરતી પર નહી રહે મચ્છરનું નામોનિશાન, ગૂગલના આઇડિયા પર દુનિયાની નજર

મચ્છર દુનિયાના ખતરનાક જીવોમાં સામે છે. મચ્છરથી થનાર બિમારીના લીધે દુનિયાભરમાં દર વર્ષે લગભગ દસ લાખ લોકો મૃત્યું પામે છે. આખી દુનિયામાં મચ્છરોની લગભગ 3500 પ્રજાતિઓ મળી આવે છે. વિચારો જો દુનિયામાંથી મચ્છરોનો ખાત્મો કરી દેવામાં તો કેવું રહેશે? જો તમે પણ મચ્છરોથી થનાર બિમારીઓથી ભય હેઠળ જીવો છો, તો તમારા માટે સારા સમાચાર છે. ગૂગલની પેરેંટ કંપની અલ્ફાબેટ ઇંકે દુનિયાભરમાંથી સફાયો કરવાની એક જોરદાર રીત શોધી કાઢી છે. 

YEAR ENDER 2018 : બિઝનેસ ક્લાસના આ ચર્ચિત ચહેરા બની ગયા 'ઠગ', ડુબાડી કંપની

મચ્છરોને ખતમ કરવાની તૈયારી
કેલિફોર્નિયામાં વૈજ્ઞાનિકોએ દુનિયાભરમાંથી ખાતમો બોલાવવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. આ પહેલી તક છે, જ્યારે ગૂગલની પેરેંટ કંપની અલ્ફાબેટ ઇંક દુનિયાભરમાંથી મચ્છરોથી થનાર બિમારીના ખાત્માને લઇને કામ કરી રહી છે. તેને લઇને લાઇફ સાયન્સ સાથે જોડાયેલી કંપનીઓ પણ કામ કરી રહી છે. અલ્ફાબેટ એક સ્માર્ટ કોન્ટેક્ટ લેંસની મદદથી અને આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ એપ્લીકેશનની મદદથી મચ્છરોનો ખાતમો કરવાની તૈયારીમાં છે.

નવા વર્ષમાં મોદી સરકાર તમને આપી શકે છે મોટી ભેટ, ખિસ્સામાં આવશે પૈસા

હેલ્થ ચીફ એક્ઝીક્યૂટિવ તૈનાત
દુનિયાભરમાંથી મચ્છરોનો ખાતમો કરવા માટે ગૂગલની કંપની અલ્ફાબેટ ખૂબ આક્રમક છે. તેના માટે ગૂગલે એક હેલ્થ ચીફ એક્ઝીક્યૂટિવ પણ નિમવામાં આવ્યા છે. દુનિયાભરમાં ઘણી સરકારો અને બિઝનેસમેનો મચ્છરોથી થનાર સમસ્યાની સારવાર માટે મદદ કરવા માટે તૈયાર છે. 2019માં ગૂગલ માટે મચ્છરોનો ખાતમો કરવો ચેલેજિંગ કામ હશે. 

Jio ની 'NEW YEAR' ગિફ્ટ, 399નું રિચાર્જ કરો અને પાછા મેળવો પુરા પૈસા

ડરામણા છે મચ્છરોથી બિમારીના આંકડા
- સમગ્ર દુનિયાની 3.3 અરબ જનસંખ્યામાં લગભગ 106થી વધુ દેશ છે જેમાં મેલેરિયાનો ખતરો છે.
- ભારતમાં મેલેરિયાના સૌથી વધુ કેસ ઓરિસા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ત્રિપુરા અને મેઘાલય અને નોર્થ ઇસ્ટના ઘણા રાજ્યોમાંથી આવ્યા છે. 
- 2016માં દુનિયાભરમાંથી મેલેરિયાના 21.60 કરોડ કેસ દાખલ થયા છે અને 4.45 લાખ મોત નિપજ્યા છે.
- મેલેરિયાથી મુક્તિ મેળવવા માટે 2030 સુધી કેંદ્વ સરકારે દેશને મેલેરિયાથી મુક્ત કરવાની યોજના બનાવી છે.
- મેલેરિયાની બિમારીથી સૌથી વધુ મોત નાઇઝીરિયામાં થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More