Home> Technology
Advertisement
Prev
Next

ટ્રાફિક પોલીસે તમારા વ્હીકલનો ફોટો પાડી લીધો, આ રીતે મોબાઈલથી તરત જાણો ચલણ કાપ્યું કે નહીં

રસ્તા પર વાહન ચલાવવા માટે ડ્રાઈવિંગ લાયસન્સની જરૂર પડે છે. આ સિવાય વ્હીકલના ડોક્યુમેન્ટ પણ સાથે રાખવા પણ જરૂરી છે. ટ્રાફિક નિયમોનું પાલન પણ કરવુ પડે છે. આ દરમિયાન જો તમે થોડી પણ ચૂક કરો છો, તો તમારી પાસેથી ચાલાન એટલે કે મેમો વસૂલવમાં આવે છે.

ટ્રાફિક પોલીસે તમારા વ્હીકલનો ફોટો પાડી લીધો, આ રીતે મોબાઈલથી તરત જાણો ચલણ કાપ્યું કે નહીં

નવી દિલ્લીઃ રસ્તા પર વાહન ચલાવવા માટે ડ્રાઈવિંગ લાયસન્સની જરૂર પડે છે. આ સિવાય વ્હીકલના ડોક્યુમેન્ટ પણ સાથે રાખવા પણ જરૂરી છે. ટ્રાફિક નિયમોનું પાલન પણ કરવુ પડે છે. આ દરમિયાન જો તમે થોડી પણ ચૂક કરો છો, તો તમારી પાસેથી ચાલાન એટલે કે મેમો વસૂલવમાં આવે છે. ક્યારેક તમે જાતે પણ અનુભવ્યુ હશે કે, તમે રેડ સિગ્નલ પર ઉભા છો અને ટ્રાફિક પોલીસ આવીને તમારો ફોટો ક્લીક કરી દે છે. આ પાછળ ઘણા કારણ હોઈ શકે છે. જેમકે રેડ લાઈટને ક્રોસ કરવી, હેલમેટ ન પહેરવુ, સીટ બેલ્ટ ન પહેરવુ વગેરે. આવી સ્થિતિમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છે, કે ટ્રાફિક પોલીસવાળાએ મેમો ફાડ્યો કે નહીં! તો ચાલો આ આર્ટીકલમાં
તમે ચલણ વિશે આ રીતે જાણી શકો છો:-સ્ટેપ-1
જો કોઈ ટ્રાફિક પોલીસવાળાએ રસ્તા પર તમારો ફોટો ક્લિક કર્યો હોય, તો તમે પણ આ સરળ રીતે ચેક કરી શકો છો કે, મેમો ફાટ્યો છે કે નહીં. આ માટે તમારે પહેલા ઈ-ચલણની ઓફિશિયલ વેબસાઈટ https://echallan.parivahan.gov.in/index/accused-challan પર જવું પડશેસ્ટેપ-2
હવે તમારી સામે એક સ્ક્રીન દેખાશે, જેના પર તમને તમારા વાહન વિશે કેટલીક માહિતી પૂછવામાં આવશે. આમાં વાહન નંબર, ચેસિસ નંબર અને ડ્રાઈવિંગ લાયસન્સ નંબર જેવી માહિતી દાખલ કરવાની રહેશે. આમ કરતા દરમિયાન ધ્યાન રાખજો કે, વિગતો યોગ્ય રીતે ભરવામાં આવી હોય, નહીં તો તમારું ચલણ દેખાશે નહીં.સ્ટેપ-3
આટલા સ્ટેપ પૂરા કર્યા પછી, ડિટેલ ભરી દીધા પછી તમારે એક કૈપ્ચા કોડ ભરવાનો રહેશે અને ગેટ ડિટેલ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.સ્ટેપ-4
ગેટ ડિટેલ સાથેના વિકલ્પ પર ક્લીક કરતાની સાથે જ તમે સ્ક્રીન પર જોશો કે તમારા વાહન પર કેટલા ચલણ છે, ચલણ છે કે નહીં વગેરે જેવી... સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. તમે તેની PDF પણ કાઢી શકો છો અને જોઈ શકો છો કે ચલણ કાપવાનું કારણ શું હતું.સ્ટેપ-5
અહીં જો તમને તમારુ ચલણ કાપેલુ દેખાય છે, તો તમે તેને અહીંથી ઓનલાઈન ભરી શકો છો. એટલે કે તમારે આ માટે ક્યાંય જવાની જરૂર નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More