Home> Technology
Advertisement
Prev
Next

હવે ડ્રાઈવિંગ લાયસન્સ માટે RTO માં ટેસ્ટ આપવાની જરૂર નથી, આ છે સરકારનો નવો નિયમ, જાણો પ્રક્રિયા

Driving Licence: ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે 1 જૂન, 2024થી કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યો છે.
 

હવે ડ્રાઈવિંગ લાયસન્સ માટે RTO માં ટેસ્ટ આપવાની જરૂર નથી, આ છે સરકારનો નવો નિયમ, જાણો પ્રક્રિયા

Driving Licence: દેશભરમાં ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવું ખુબ મુશ્કેલ હોય છે. લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર બની શકે નહીં, પરંતુ તેવું નથી. હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા ખુબ સરળ કરી છે. તો લોકોએ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ પણ આપવાની હોય છે. પરંતુ હવે સરકાર એક એવો નિયમ લાગી છે, જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઈવિંગ લાયસન્સ બની જશે. આવો જાણીએ આ સમગ્ર પ્રક્રિયા...

શું છે નિયમ
તમારી માહિતી માટે જણાવી દઈએ કે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવતા સરકારે 1 જૂન 2024થી નિયમોમાં કેટલાક ફેરફાર કર્યાં છે. આ ફેરફાર રોડ તથા પરિવહન મંત્રાલય દ્વારા કરવામાં આવ્યા હતા. તેવામાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ લેવા માટે એપ્લીકેન્ટ કોઈ ખાનગી ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં જઈને પણ ટેસ્ટ આપી શકે છે. આ પહેલા નિયમ હતો કે એપ્લીકેન્ટે આરટીઓમાં જઈને ટેસ્ટ આપવી પડતી હતી.

આ પણ વાંચોઃ 365 દિવસની વેલિડિટી સાથે આવતા બે ગજબના પ્લાન, 50GB વધુ ડેટા ફ્રી, કોલિંગ અને OTT

મહત્વનું છે કે આરટીઓમાં લાંબી લાઈનથી છુટકારો મેળવવા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે. તેવામાં હવે ખાનગી ઈન્સ્ટીટ્યુશનની મદદથી ટેસ્ટ અને લાયસન્સ એલિઝિબિલિટી સર્ટિફિકેટ જારી કરવામાં આવશે. આ બધા જરૂરી દસ્તાવેજોના આધાર પર એપ્લીકેન્ટ્સને ડ્રાઈવિંગ લાયસન્સ જારી કરવામાં આવશે.

કયાં કરશો અરજી
ડ્રાઈવિંગ લાયસન્સ માટે અરજી કરવી પણ ખુબ સરળ છે. ડીએલ અરજી કરવા માટે તમારે https://parivahan.gov.in/ વેબસાઇટ પર જવું પડશે. સાથે તમે આરટીઓમાં જઈને પણ લાયસન્સ માટે અરજી કરી શકો છો. તો અલગ-અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ-અલગ ફી પણ લાગે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લર્નિંગ લાયસન્સ માટે 150 રૂપિયા ફી લાગે છે. તો ડ્રાઈવિંગ લાયસન્સ જારી કરવા માટે 200 રૂપિયા ભરવા પડે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More