Home> Technology
Advertisement
Prev
Next

Facebook કે Twitter પર ભૂલથી ન કરો આ કામ, પોલીસે જાહેર કરી ચેતવણી

ખરાબ પ્રોડક્ટ્સ કે કોઈ સર્વિસ વિશે જાહેર મંચો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જો તમે કોઈ પ્રોડક્ટ વિશે લખી રહ્યાં છો તો દિલ્હી પોલીસે તે માટે ચેતવણી જાહેર કરી છે. 

Facebook કે Twitter પર ભૂલથી ન કરો આ કામ, પોલીસે જાહેર કરી ચેતવણી

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાનો ઉપયોગ આજે આપણે બધા લોકો કરીએ છીએ. Facebook થી લઈને Twitter સુધી આપણે બધા આ પ્લેટફોર્મનો ઉપયોગ ઘણી રીતે કરીએ છીએ. તેમાં એક કારણ છે પ્રોડક્ટ્સનો રિવ્યૂ આપવો. ઘણીવાર આપણે બધા કોઈ પ્રોડક્ટ્સનો રિવ્યૂ આપવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ છીએ. જો તમે પણ આમ કરો છો તો તમારા માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. ખરાબ પ્રોડક્ટ્સ કે કોઈ સર્વિસ વિશે જાહેર મંચો પર કે સોશિયલ મીડિયા પર તમે લખી રહ્યાં છો તો દિલ્હી પોલીસે તમારા માટે ચેતવણી જાહેર કરી છે. 

Twitter જેવા પ્લેટફોર્મ પર પોતાની ફરિયાદો પોસ્ટ કરી વ્યક્તિ ફ્રોડસ્ટર્સને આકર્ષિત કરે છે. આ સ્કેમરો યૂઝરને કસ્ટમર કેયર એક્ઝિક્યુટિવ બનીને કોલ કરે છે અને તેની પાસે અંગત જાણકારી માગે છે. તેનાથી ન માત્ર યૂઝર્સની મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેવ જેવી જાણકારી લીક થાય છે પરંતુ તેના પૈસા પણ ચોરી લેવામાં આવે છે. દિલ્હી પોલીસના સાઇબર ક્રાઇમ સેલે ટ્વિટર દ્વારા નાગરિકોને આ સાઇબર ક્રાઇમ વિરુદ્ધ ચેતવ્યા છે. 

આ પણ વાંચોઃ Jio Rs 153 વાળો પ્લાન બંધ થવાથી નિરાશ છો તમે? આ છે બેસ્ટ વિકલ્પ

આ પોસ્ટમાં સાઇબર ક્રાઇમના ડીસીપીએ Twitter પોસ્ટમાં લખ્યુ કે, છેતરપિંડીની ચેતવણી. શું તમે જાહેર મંચો પર પોતાની ફરિયાદો પોસ્ટ કરો છો? જો તમે વોલેટ, બેન્ક એપ્સ, એરલાયન્સ વગેરે મામલામાં કોઈપણ મુદ્દા પર પોતાની ફરિયાદ ટ્વિટર પર પોસ્ટ કરો છો તો ફ્રોડસ્ટર્સને આકર્ષિત કરે છે. તેના દ્વારા કોઈપણ ફરિયાદ ફોરમ કે કોઈ જાહેર મંચનો હવાલો આપીને કોઈપણ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તમને કોલ કરી તમારી ખાનગી જાણકારી હાસિલ કરે છે. જુઓ આ ટ્વીટ.... 

આ વિશે રાજ્ય પોલીસે સૂચન આપ્યું છે કે કઈ રીતે યૂઝર્સ આ સ્કેમથી બચી શકે છે. પોલીસે કહ્યું કે, કોઈએ ફરિયાદ શેર કરવા માટે સંબંધિત કંપનીના સત્તાવાર ઈમેલ આઈડીનો ઉપયોગ કરવો જોઈએ. તો તમે કસ્ટમર કેર સર્વિસના નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો. આ પોસ્ટમાં તે પણ ચેતવણી આપવામાં આવી છે કે કોઈપણ બેન્ક/વોલેટ/એરલાયન કંપની યૂઝરને નાણાકીય ક્રિડેન્શિયલ્સને રિફંડ કરવા માટે કહેતા નથી. સાથે તેના દ્વારા યૂઝર્સને તેના એટીએમ પિન ઓટીપી કે પાસવર્ડ શેર કરવાનું કહેવામાં આવતું નથી. 

ટેક્નોલોજીના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More