Home> Technology
Advertisement
Prev
Next

ChatGPTને પૂછ્યું- વજન ઓછું કરવા માટે શું કરું? જે જવાબ મળ્યો...11 કિલો વજન ઘટી ગયું

વજન ઓછું કરવા માંગો છો પરંતુ ડાયેટિશિયન પર પૈસા નથી ખર્ચ કરવા? ચેટજીપીટીની લો મદદ! ચેટજીપીટી એક મોટું ભાષા મોડલ છે જે તમને એક વ્યક્તિગત ડાયેટ પ્લાન અને વર્ક આઉટ પ્રોગ્રામ બનાવવામાં મદદ કરી શકે છે. ગ્રેગ મુશેન નામના વ્યક્તિએ ચેટજીપીટી દ્વારા બનાવવામાં આવેલા ડાયેટ પ્લાનનું પાલન કરીને 26 પાઉન્ડ વજન ઓછું કર્યું.

ChatGPTને પૂછ્યું- વજન ઓછું કરવા માટે શું કરું? જે જવાબ મળ્યો...11 કિલો વજન ઘટી ગયું

વજન ઓછું કરવા માંગો છો પરંતુ ડાયેટિશિયન પર પૈસા નથી ખર્ચ કરવા? ચેટજીપીટીની લો મદદ! ચેટજીપીટી એક મોટું ભાષા મોડલ છે જે તમને એક વ્યક્તિગત ડાયેટ પ્લાન અને વર્ક આઉટ પ્રોગ્રામ બનાવવામાં મદદ કરી શકે છે. ગ્રેગ મુશેન નામના વ્યક્તિએ ચેટજીપીટી દ્વારા બનાવવામાં આવેલા ડાયેટ પ્લાનનું પાલન કરીને 26 પાઉન્ડ વજન ઓછું કર્યું. ગ્રેગને દોડવું ગમતું નહતું. પરંતુ તેણે  ચેટજીપીટી પાસે મદદ માંગી અને એક હેલ્ધી વર્કાઆઉટ પ્લાન વિક્સિત કર્યો. ત્રણ મહિના બાદ ગ્રેગ સપ્તાહમાં છ દિવસ  દોડી રહ્યો હતો અને ઉત્સુકતાથી પોતાના વર્કઆઉટની રાહ પણ જોતો હતો. આમને આમ તેણે 11 કિલો વજન  ઓછું પણ કરી લીધુ. 

વિશ્વાસ જ ન થયો
ગ્રેગને પહેલીવાર તો એઆઈ દ્વારા બનાવવામાં આવેલી શિખામણ પર વિશ્વાસ જ ન થયો. યોજનામાં નાની, સિક્વેન્શનલ એક્ટિવિટિઝનું સૂચન કરવામાં આવ્યું હતું જેથી કરીને દોડવું સરળ બની શકે. શરૂઆતમાં તેને બસ પોતાના દોડતી વખતે ઉપયોગમાં લેવાતા જૂતા સામેવાળા દરવાજા પાસે રાખવાનો નિર્દેશ અપાયો હતો. ત્રીજા દિવસે તેણે ફક્ત ગણતરીની મિનિટોની નાની દોડ અમલમાં મૂકી.

સટીક નીકળ્યો પ્લાન
ચેટજીપીટીનો દ્રષ્ટિકોણ યોગ્ય નીકળ્યો. એક્સર્સાઈઝ ફિઝિયોલોજિસ્ટ અને પ્લિબિલિટી ફોર રનર્સના લેખક મેકકોન્કીએ કહ્યું કે શરૂઆતી લોકોએ હાર્ડ વર્કથી બચવું જોઈએ અને ઈજાને રોકવા માટે ધીરે ધીરે પ્રગતિ કરવી જોઈએ. ફિટનેસ અને ઓવરઓલ હેલ્થમાં સુધારો કરતા દોડવાની આદત રાખવા અને જાળવી રાખવાની સૌથી સારી રીતે ધીમી અને સ્થિર ગતિથી દોડવાનું છે. 

PM મોદીને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન,આ સન્માન મેળવનારા પહેલા ભારતીય PM

OMG...આ શ્રાપિત ખુરશી પર જે પણ બેસે તેનું થઈ જાય છે મોત! જાણો તેની પાછળનું રહસ્ય

ઈમોજી મોકલતા પહેલા રાખો ધ્યાન, અંગૂઠાવાળી ઈમોજીએ ખેડૂતને 50 લાખનું નુકસાન કરાવ્યું

મેકકોન્કીએ કહ્યું કે નાની આદતો પણ વર્કઆઉટ રૂટિન શરૂ કરવાના પડકારોને દૂર કરવામાં મદદ કરી શકે છે. પ્રી પ્લાનિંગ, વિઝ્યુઅલાઈઝેશન અને સંબંધિત આદતો લોકોને ઘરમાંથી બહાર નીકળવામાં અને પોતાના વર્કઆઉટ પ્રત્યે કમિટેડ રહેવામાં મદદ કરી શકે છે. 

ગ્રગે પોતાની દોડની દિનચર્યાને ચાલુ રાખી અને પોતાની અસુવિધાઓ વિશે ચેટજીપીટી પાસે સલાહ માંગી. મેકકોન્કીએ કહ્યું કે અસુવિધાઓથી બચવું સૌથી સારું છે. તેમણે  દોડ પહેલા અને પછી માંસપેશીઓમાં સ્ટીફનેસ અને દુખાવાનું કલન કરવા માટે ફોમ રોલિંગનો ઉપયોગ કરવાની સલાહ આપી. જો દોડ્યા બાદ માંસપેશીઓમાં સ્ટીફનેસ અને વધુ દુખાવો મહેસૂસ થાય તો તેનો અર્થ છે કે તમે વધુ વર્કઆઉટ કરી લીધુ છે. જ્યાં સુધી માંસપેશીઓ પોતાની સામાન્ય સ્થિતિમાં ન આવી જાય ત્યાં સુધી  ઠીક થવા માટે નિયમિત રીતે ફોમ રોલિંગ કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More