Home> Technology
Advertisement
Prev
Next

ChatGPT Fake Apps થી રહો સાવધાન! માત્ર એક ક્લિકથી ખાલી થઈ શકે છે તમારુ એકાઉન્ટ

ChatGPT Fake Apps: OpenAI ની ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો દાવો કરતી મોટાભાગની એપ્સ, જે ChatGPTને પાવર આપે છે, અને વેલીડ નથી. આવી એપ્સ ઓપન કરતાની સાથે જ બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. ચાલો જાણીએ આનાથી કેવી રીતે સાવધાન રહેવું..

ChatGPT Fake Apps થી રહો સાવધાન!  માત્ર એક ક્લિકથી ખાલી થઈ શકે છે તમારુ એકાઉન્ટ

ChatGPT ની ક્ષમતાઓ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેટલાક લોકોને એપ સ્ટોરમાં OpenAIની સત્તાવાર ChatGPT વેબસાઇટ અથવા એપ શોધવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. ઓપનએઆઈની ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો દાવો કરતી મોટાભાગની એપ્સ, જે ChatGPTને પાવર આપે છે, તે વેલીડ નથી. જે લોકો તેને ખોલે છે, તેમનું ખાતું ખાલી થઈ શકે છે. ચાલો જાણીએ આનાથી કેવી રીતે સાવધાન રહેવું..

આ પણ વાંચો:
વર્ષનું બીજું સૂર્યગ્રહણ ક્યારે છે? 5 રાશિઓ પર પડશે નકારાત્મક અસર
આગામી 24 કલાક ક્યાંક હીટવેવ તો ક્યાંક ભારે વરસાદની આગાહી
WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર! હવે નહી કરવુ પડે ટાઈપીંગ, આ રીતે મોકલી શકશો મેસેજ

ઘણી શંકાસ્પદ એપ્સ તમને ઘણી વસ્તુઓ એક્સેસ કરવા માટે કહે છે, જે જરૂરી નથી. ChatGPT થી સંબંધિત હોવાનો દાવો કરતી એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા, તેની લિસ્ટેડ પરવાનગીઓની કાળજીપૂર્વક સમીક્ષા કરો.  તમારે એ નોંધવું જરૂરી છે કે OpenAI એ ChatGPTનું એકમાત્ર ડેવલપર છે. તેથી, જ્યારે તમે Google Play Store અથવા અન્ય કોઈપણ એપ સ્ટોર કે જે ચેટબોટ્સનો ઉપયોગ કરી તેના પર એપ્લિકેશન્સ શોધો છો, ત્યારે તમારે નોંધ લેવી જોઈએ કે તે વિવિધ વિકાસકર્તાઓ દ્વારા વિકસાવવામાં આવી શકે છે. ChatGPT હોવાનો દાવો કરતી એપ્લિકેશન પર વિશ્વાસ કરતા પહેલા, તમારે એપ સ્ટોર પર ડેવલપરની પ્રોફાઇલ ચેક કરવી જોઈએ.

કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે, ચોક્કસપણે રિવ્યુઝ ચેક કરવા જોઈએ.જો કે, તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે કેટલીક અવિશ્વસનીય એપ્લિકેશનો ઉત્પાદકો દ્વારા પોઝિટિવ રિવ્યુઝ અને રેટિંગ માટે ચૂકવણી કરે છે જે તમને તેને પસંદ કરવા માટે સરળતાથી લલચાવી શકે છે. 

પ્લે સ્ટોર પર આવી ઘણી એપ્સ છે, જે પોતાને ChatGPT અને GPT-4 તરીકે દાવો કરે છે, પરંતુ આ સાચું નથી. આ સંપૂર્ણપણે નકલી એપ છે. તેને હજારો લોકો દ્વારા 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. પરંતુ તે નકલી છે. અહીં, એકવાર તેનો ઉપયોગ કર્યા પછી, તમને સબ્સ્ક્રિપ્શન માટે કહેવામાં આવે છે. પરંતુ ChatGPT એવું કહેતું નથી.

આ પણ વાંચો
બોક્સ ઓફિસ પર The Kerala Story ની જોરદાર કમાણી, 15 દિવસમાં 200 કરોડ ક્લબ નજીક પહોંચી
'રાજધાની' કરતા ડબલ સ્પીડ, સ્લીપર કોચ;Vande Bharat ની નવી સુવિધા તમારું દિલ જીતી લેશે
Water Bottle: પાણીની બોટલ પર કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ? જાણો તેનું કારણ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More