Home> Technology
Advertisement
Prev
Next

વાહનનો ધુમાડો પણ આપે છે સિગ્નલ, જો તમને આ રંગનો ધુમાડો દેખાય તો થઈ જજો એલર્ટ! આવી શકે છે મોટો ખર્ચો

Car Exhaust Smoke: ઘણી વખત જ્યારે કાર અને બાઇકમાં કોઈ પ્રકારની સમસ્યા હોય, ત્યારે કાર આપણને સિગ્નલ આપવાનું શરૂ કરી દે છે. આવું  જ એક સિગ્નલ છે કારનો ધુમાડો.. કારમાંથી નીકળતો ધુમાડો આપણને કારના સ્વાસ્થ્ય વિશે જણાવે છે..

વાહનનો ધુમાડો પણ આપે છે સિગ્નલ, જો તમને આ રંગનો ધુમાડો દેખાય તો થઈ જજો એલર્ટ! આવી શકે છે મોટો ખર્ચો

Car Smoke Color Meaning: કારને લાંબા સમય સુધી ચાલતી રાખવા અને રસ્તાની વચ્ચે અટકે નહીં તેના માટે તેની કાળજી લેવી ખુબ જરૂરી છે. ઘણી વખત, જ્યારે કાર અને બાઇકમાં કોઈ પ્રકારની સમસ્યા આવે છે, ત્યારે તે આપણને સિગ્નલ આપવા લાગે છે. આવું જ એક સિગ્નલ છે કારનો ધુમાડો.. કારમાંથી નીકળતો ધુમાડો કારના સ્વાસ્થ્ય વિશે જણાવે છે. અહીં અમે તમને જણાવીશું કે કલર સ્મોકનો અર્થ શું હોઈ શકે છે. આ માહિતી સાથે, તમે યોગ્ય સમયે કારમાં આવતી સમસ્યાને સમજી શકશો.. 

1. કાળો ધુમાડો
જો તમારી કારમાંથી કાળો ધુમાડો નીકળવા લાગે તો સમજવું કે ઈંધણ લીક થઈ રહ્યું છે.  આ ઉપરાંત આ સમસ્યા ઘસાઈ ગયેલા નોઝલને કારણે ફ્યુઅલ ઇન્જેક્ટર લીકેજને કારણે પણ આ સમસ્યા થાય છે. જો તમારી કારમાંથી કાળો ધુમાડો નીકળે છે, તો તેને તાત્કાલિક મિકેનિકને બતાવો અને તેને ઠીક કરો.

2. બ્લુ સ્મોક
કેટલીકવાર જૂની કાર વાદળી રંગનો ધુમાડો પણ કાઢે છે. આ ધુમાડો એટલે કે એન્જિનમાં ખામી છે. પિસ્ટન અથવા વાલ્વ ગાઇડ સીલને નુકસાન થયા પછી આવો ધુમાડો બહાર આવે છે. જલ્દી મિકેનિકને બતાવીને કાર ઠીક કરાવવી જોઈએ..

3. સફેદ ધુમાડો
જો તમારી કારમાંથી સફેદ ધુમાડો નીકળતો હોય તો પણ એલર્ટ થઈ જજો. જ્યારે કારનું કૂલન્ટ લીક થવા લાગે છે ત્યારે આવો ધુમાડો બહાર આવે છે. કૂલન્ટનું કામ વાહનના એન્જિનને ઠંડુ રાખવાનું છે. જો કૂલન્ટ લીક થાય છે, તો એન્જિન ઝડપથી ગરમ થશે અને તે સીઝ થઈ શકે છે. તો તેને તાત્કાલિક મિકેનિકને બતાવો અને તેને ઠીક કરો.

આ પણ વાંચો:
તથ્ય પટેલ જેવા વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો, મણિનગરમાં દારૂ પીને ગાડી હંકારી
Tomato Price: બસ હવે આટલા દિવસ જોઈ લો રાહ, આ દિવસથી મળશે 30 રૂપિયે કિલો ટમેટા

મારી ડ્યુટી પૂરી, હુ પ્લેન નહિ ઉડાડું : પાયલોટની હઠને કારણે રાજકોટથી ફ્લાઈટ ન ઉડી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More