Home> Technology
Advertisement
Prev
Next

ફક્ત 101 રૂપિયામાં ખરીદી Vivo સ્માર્ટફોન, નવા વર્ષની સૌથી ધમાકેદાર ઓફર

નવા વર્ષે કંપનીએ જોરદાર ઓફર આપી છે. જો તમે ફોન ખરીદવા માંગો છો તો ફક્ત 101 રૂપિયા આપીને વીવોનો સ્માર્ટફોન ખરીદી શકો છો. કંપનીએ વીવો નેક્સ, વીવો V11, વીવો V11 પ્રો અને વીવો Y95 સહિત પોતાના ઘણા સ્માર્ટફોન માટે એક્સક્લૂસિવ ઓફર આપી છે. ઓફરનું નામ છે 'ન્યૂ ફોન, ન્યૂ યૂ'. આ ઓફરમાં 101 રૂપિયાનું ડાઉન પેમેંટ આપીને તમે 6 મહિનાના EMI પર સ્માર્ટફોન ખરીદી શકો છો.  

ફક્ત 101 રૂપિયામાં ખરીદી Vivo સ્માર્ટફોન, નવા વર્ષની સૌથી ધમાકેદાર ઓફર

નવી દિલ્હી: નવા વર્ષે કંપનીએ જોરદાર ઓફર આપી છે. જો તમે ફોન ખરીદવા માંગો છો તો ફક્ત 101 રૂપિયા આપીને વીવોનો સ્માર્ટફોન ખરીદી શકો છો. કંપનીએ વીવો નેક્સ, વીવો V11, વીવો V11 પ્રો અને વીવો Y95 સહિત પોતાના ઘણા સ્માર્ટફોન માટે એક્સક્લૂસિવ ઓફર આપી છે. ઓફરનું નામ છે 'ન્યૂ ફોન, ન્યૂ યૂ'. આ ઓફરમાં 101 રૂપિયાનું ડાઉન પેમેંટ આપીને તમે 6 મહિનાના EMI પર સ્માર્ટફોન ખરીદી શકો છો.  

Jio ની 'NEW YEAR' ગિફ્ટ, 399નું રિચાર્જ કરો અને પાછા મેળવો પુરા પૈસા

શું છે ઓફરમાં ખાસ?
આ ઓફર ફક્ત ઓફલાઇન સ્ટોરની છે, જ્યાંથી તમે વીવોનો કોઇપણ ફોન લઇ શકો છો. ઓફર 31 જાન્યુઆરી 2019 સુધી ચાલશે. આ ઓફરમાં 10 હજાર રૂપિયા અથવા તેનાથી વધુ કિંમતનો ફોન ખરીદી શકો છો. તમારો જે પણ EMI થયો તે 6 મહિનાનો હશે. 

2018માં 'બંપર લોટરી' સાબિત થઇ આ કાર્સ, 2019માં પણ પાથરશે જલવો

કિંમત પૂરી, શરૂઆતી ઓફર સસ્તી
કુલ મળીને ઓફર એ છે કે તમારે સ્માર્ટફોનની પુરી કિંમત આપવી પડશે. ફાયદો ફક્ત એટલો છે કે તમે શરૂઆતમાં ફક્ત 100 રૂપિયા આપીને બાકીના પૈસા હપ્તે આપી શકો છો. એટલું જ નહી, જો તમે 101 રૂપિયા પણ નથી ભરવા માંગતા અને થોડું કેશબેક લેવા માંગો છો તો તમારે વધુ એક ઓફર છે. તમે HDFC ના કાર્ડ પર જીરો ડાઉન પેમેંટ દ્વારા પણ કોઇપણ સ્માર્ટફોન લઇ શકો છો. HDFC ના ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરશો તો 5% ટકા એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More