Home> Technology
Advertisement
Prev
Next

ગજબની ડીલઃ માત્ર 649 રૂપિયામાં ખરીદો Redmi નો સૌથી દમદાર 5G સ્માર્ટફોન

Redmi 12 5G Offer and Deal: રેડમીના આ 5જી ફોનને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જો તમે સારો 5જી ફોન લેવાનો પ્લાન કરી રહ્યાં છો તો આ ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકો છો. ફોનને એમેઝોન પર 25 ટકાના ડિસ્કાઉન્ટ પર વેચવામાં આવી રહ્યો છે. 

ગજબની ડીલઃ માત્ર 649 રૂપિયામાં ખરીદો Redmi નો સૌથી દમદાર 5G સ્માર્ટફોન

નવી દિલ્હીઃ Redmi 12 5G Offer and Deal: રેડમીના આ 5જી સ્માર્ટફોનને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ફોનને 28 દિવસમાં 10 લાખ ભારતીયોએ ખરીદ્યો છે. જો તમે પણ એક સારો 5જી ફોન શોધી રહ્યાં છો તો આ તમારા માટે સારો સમય છે. કારણ કે ઓનલાઇન પ્લેટફોર્મ એમેઝોન આ ફોનને ભારે ડિસ્કાઉન્ટ સાથે સસ્તામાં વેચી રહી છે. જો તમે ઈચ્છો તો બેન્ક અને એક્સચેન્જ ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી ફોનને માત્ર 649 રૂપિયામાં ખરીદી શકો છો. 

Redmi 12 પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ
એમેઝોન પર Redmi 12 5જીના 4GB+128GB વેરિએન્ટને 25 ટકા ડિસ્કાઉન્ટ બાદ 11999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. ફોનની ખરીદી પર અન્ય એક્સચેન્જ ઓફર મળી રહી છે, જેનો ફાયદો ઉઠાવી તમે આ કિંમત ઘટાડી શકો છો. 

જો તમારી પાસે કોઈ જૂનો ફોન છે તો તમે આ ઓફર હેઠળ ફોનની કિંમત વધુ 11350 રૂપિયા સુધી ઘટાડી શકો છો. બસ તે વાતનું ધ્યાન રાખો કે એક્સચેન્જ ઓફર તમારા જૂના ફોનની કંડીશન પર નિર્ભર કરે છે કે તમને કેટલી એક્સચેન્જ ઓફર મળશે. 

આ પણ વાંચોઃ જિયોનો સૌથી સસ્તો પ્લાન, માત્ર 395 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી, ડેટા અને કોલિંગ

Redmi 12 ની ખાસ વાત
Redmi 12 5G માં  6.79 ઇંચની LCD ડિસ્પ્લે મળી રહી છે, જે Full HD+ રિઝોલ્યૂશનની સાથે આવે છે. આ ફોનમાં કંપનીએ Qualcomm Snapdragon 4 Gen 2 ચિપસેટનો ઉપયોગ કર્યો છે. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો Redmi 12 5G માં  Android 13 પર બેસ્ડ શાઓમીના કસ્ટમ યૂઝર ઈન્ટરફેસ MIUI 14 પર કામ કરશે. 

ફોટોગ્રાફી માટે તેમાં 52 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો કેમેરો મળી રહ્યો છે. તમારી આ ડિવાઇસને પાવર આપવા માટે શાઓમીએ તેમાં 5000mAh ની બેટરી આપી છે. જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે. આ ફોનની સાથે 22.5W નું ચાર્જર પણ મળી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More