Home> Technology
Advertisement
Prev
Next

આ ટેલિકોમ કંપનીએ લોન્ચ કરી અનોખી એપ, નેટવર્ક વિના પણ કરી શકશો વાત

ભારત સંચાર નિગમ લિમિટેડ  (BSNL) એ પોતાના ગ્રાહકોને ભેટ આપતાં વિંગ્સ (Wings) નામની એક મોબાઇલ એપ લોન્ચ કરી દીધી છે. આ એપની મદદથી યૂજર્સ તે વિસ્તારો પણ કોલિંગ કરી શકશે, જ્યાં મોબાઇલ નેટવર્ક આવી શકતું નથી. હવે સવાલ એ છે કે જ્યારે મોબાઇલમાં નેટવર્ક જ નથી તો કોલિંગ કેવી રીતે કરશે. આવો જાણીએ. 

આ ટેલિકોમ કંપનીએ લોન્ચ કરી અનોખી એપ, નેટવર્ક વિના પણ કરી શકશો વાત

નવી દિલ્હી: ભારત સંચાર નિગમ લિમિટેડ  (BSNL) એ પોતાના ગ્રાહકોને ભેટ આપતાં વિંગ્સ (Wings) નામની એક મોબાઇલ એપ લોન્ચ કરી દીધી છે. આ એપની મદદથી યૂજર્સ તે વિસ્તારો પણ કોલિંગ કરી શકશે, જ્યાં મોબાઇલ નેટવર્ક આવી શકતું નથી. હવે સવાલ એ છે કે જ્યારે મોબાઇલમાં નેટવર્ક જ નથી તો કોલિંગ કેવી રીતે કરશે. આવો જાણીએ. 

Hero ની ઇલેક્ટ્રિક બાઇકથી હવે થશે 70 હજાર રૂપિયા સુધીની બચત

સૌથી પહેલાં તમને જણાવી દઇએ કે બીએસએનએલની આ સેવા એટલે કે વિંગ્સ એપની સેવા VoIP એટલે કે (Voice over Internet Protocol) પર આધારિત છે. તેના હેઠળ તમારી પાસે ઇન્ટરનેટ (વાઇ-ફાઇ) છે પરંતુ મોબાઇલમાં નેટવર્ક નથી તો પણ તમે સરળતાથી કોલિંગ કરી શકો છો.

એટલે કે આ એપ પણ કામ કરશે જ્યારે તમારી પાસે ઇન્ટરનેટ હશે. બીજા શબ્દોમાં કહીએ તો BSNL Wings એક પ્રકારે વોટ્સઅપ જેવી જ પરંતુ તેમાં ચેટિંગની સુવિધા નહી હોય. આ બેસમેંટ્સ એટલે કે મોટી બિલ્ડીંગમાં કારગર સાબિત થશે જ્યાં નેટવર્ક આવતું જ નથી અથવા ઓછું આવે છે. 

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી મળી રાહત, આ રહ્યો આજનો ભાવ

હવે આ એપની ખાસિયતની વાત કરીએ તો આ સામાન્ય કોલિંગ જેવી એપ છે, એવામાં કોઇ સમસ્યા થવાની નથી. તેમાં તમે તમારા ફોનમાં હાજર બધા કોન્ટેક્ટ્સ નંબરને સિંક કરી શકશો. એવામાં તમારે વારંવાર લોકોના નંબર સેવ કરવા પડશે નહી. 

જો તમે પણ બીએસએનએલની વિંગ્સ એપનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે 1 વર્ષ માટે 1,099 રૂપિયા ચૂકવવા પડશે, તો બીજી તરફ કંપની લોચિંગ ઓફર હેઠળ એક મહિના માટે ફ્રી સેવા આપી રહી છે. 

સ્વાસ્થ્ય માટે ખજાનો છે ગધેડીનું દૂધ, યુવા સ્ટાર્ટઅપે તૈયાર કર્યો Donkey Milk Soap

વિંગ્સ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. એપ ડાઉનલોડ કર્યા બાદ તમારે બીએસએનએલની વેબસાઇટ (https://sancharaadhaar.bsnl.co.in/Wings/Login.do) પર જઇને ફોટા સાથે એક ફોર્મ ભરવું પડશે. ત્યારબાદ તમારે એક પિન મળશે જેને તમારે વિંગ્સ એપમાં નાખવા પડશે. ત્યારબાદ તમારી સેવા શરૂ થઇ જશે અને તમે વર્ષ સુધી કોલિંગ કરી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More