Home> Technology
Advertisement
Prev
Next

BSNLએ કરી 4G VoLTE સર્વિસની શરૂઆત, અપગ્રેડ કરવા પર મળશે 2GB બોનસ ડેટા

કંપનીએ હાલમાં ચેન્નઈ સર્કલમાં બીએસએનએલે 4જી સિમ કાર્ડ આપવાનું શરૂ કરી દીધું છે. આ સાથે કંપની પોતાના ગ્રાહકોને 3જીથી 4જી સિમ અપગ્રેડ કરવાની ઓફર પણ આપી રહી છે.

 BSNLએ કરી 4G VoLTE સર્વિસની શરૂઆત, અપગ્રેડ કરવા પર મળશે 2GB બોનસ ડેટા

નવી દિલ્હીઃ ભારત સંચાર નિગમ લિમિટેડે ગુજરાત સહિત કેટલાક સર્કલમાં પોતાની 4G સેવાઓ શરૂ કરી દીધી છે. 4જી નેટવર્ક સર્વિસ ન આપી શકવાને કારણે BSNL ખાનગી ટેલિકોમ કંપનીથી પાછળ રહી ગયું હતું ત્યારબાદ કંપનીએ પોતાની 4જી ટેસ્ટિંગમાં ગતી લાવી અને કંપનીએ જાહેરાત કરી કે કેટલાક સર્કલમાં કંપની 4જી સેવા શરૂ કરી દીધઈ છે. BSNLએ પોતાના 4G નેટવર્ક માટે 3G એયરવેવ્સનો ઉપયોગ કરી રહ્યું છે. કંપનીને ઓક્ટોબર 2018માં 2,100MHz સ્ટેક્ટ્રમ અલોકેટ કરવામાં આવ્યું હતું. 

કંપનીએ હાલમાં ચેન્નઈ સર્કલમાં બીએસએનએલે 4જી સિમ કાર્ડ આપવાનું શરૂ કરી દીધું છે. આ સાથે કંપની પોતાના ગ્રાહકોને 3જીથી 4જી સિમ અપગ્રેડ કરવાની ઓફર પણ આપી રહી છે. આ ઓફર હેઠળ જે ગ્રાહક 20 રૂપિયાના આ 4જી સિમની ખરીદી કરે છે તેને 2જીબી કોમ્પ્લીમેન્ટ્રી 4જી ડેટા ફ્રી આપવામાં આવી રહ્યો છે. બીએસએનએલની 4જી સેવા શરૂ થયા બાદ જો યૂઝરો પોતાના 3જી સિમને 4જી સિમમાં રિપ્લેસ નહીં કરે તો તેને 4જી સ્પીડ નહીં મળે. મહત્વનું છે કે, 4જી સ્પીડ માટે ફોનમાં 4જી સિમ હોવું જરૂરી છે. 

છેલ્લા કેટલાક મહિનાથી બીએસએનએલ દેશના ઘણા ક્ષેત્રોમાં પોતાની 4જી સેવાઓનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જે શહેરોમાં બીએસએનએલનું 4જી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યાં ગ્રાહકોને 20 એમબીપીએસની સ્પીડ મળી રહી છે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે બીએસએનએલ 4જીનો યૂઝર બેસ હજુ ઓછો છે આ કારણે યૂઝરોને હાઈ સ્પીડ ઉપલબ્ધ કરાવવામાં સમસ્યા આવી રહી નથી. સત્તાવાર રીતે બીએસએનએલની 4જી સેવાને દેશભરમાં શરૂ કરવામાં હજુ થોડો સમય છે પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જૂન 2019 સુધી તેને શરૂ કરી દેવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More