Home> Technology
Advertisement
Prev
Next

આ ટ્રીકથી બમણી થઈ જશે Bike Mileage, એકવાર ભરાવેલું પેટ્રોલ ચાલશે દિવસો સુધી

Bike Mileage: કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે તેમની બાઈક બરાબર માઈલેજ નથી આપતી. જો તમને પણ આ સમસ્યા હોય તો આજે તમને આ સમસ્યાનો ઉકેલ આપીએ. તમે કેટલીક ટીપ્સ ફોલો કરી તમારી બાઈકની માઈલેજ વધારી શકો છો.

આ ટ્રીકથી બમણી થઈ જશે Bike Mileage, એકવાર ભરાવેલું પેટ્રોલ ચાલશે દિવસો સુધી

Bike Mileage: ભારતમાં મોટાભાગના લોકો બાઈકનો ઉપયોગ કરે છે. પરંતુ જે રીતે પેટ્રોલના ભાવ આકાશ આંબી રહ્યા છે તે રીતે બાઈક ચાલકોના ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. તેવામાં કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે તેમની બાઈક બરાબર માઈલેજ નથી આપતી. જો તમને પણ આ સમસ્યા હોય તો આજે તમને આ સમસ્યાનો ઉકેલ આપીએ. તમે કેટલીક ટીપ્સ ફોલો કરી તમારી બાઈકની માઈલેજ વધારી શકો છો. જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો તમારી બાઈકનું માઈલેજ બમણું થઈ જશે.

સારી ગુણવત્તાનું પેટ્રોલ

પેટ્રોલમાં નિકેલ, સલ્ફર અને કાર્બન તેવા તત્વોના કારણે પેટ્રોલની ખપત વધી જાય છે. તેવામાં જો તમારી ઈચ્છા બાઈકનું માઈલેજ વધારવાની હોય તો શુદ્ધ પેટ્રોલ પસંદ કરો. બાઈકમાં યોગ્ય ઓક્ટેન રેટનું પેટ્રોલ ભરાવો. 

આ પણ વાંચો:

કાર ખરીદવાનું પ્લાનિંગ હોય તો ચેક કરો આ લિસ્ટ, કઈ કાર છે ડિમાન્ડમાં અને કઈ કાર નહીં

Automatic Car લેવાનું વિચારી રહ્યા છો? તો જાણો તેના ફાયદા અને નુકસાન બંને વિશે ફટાફટ

Hero ની નવી 100cc બાઇક, કિંમત માત્ર 60 હજાર રૂપિયા, શાનદાર ફીચર્સ અને માઇલેજ

ટાયરનું પ્રેશર ચેક કરો

વધારે ટાયર પ્રેશરના કારણે બાઈકના એન્જીનને વધારે મહેનત કરવી પડે છે. જો તમારી બાઈકના ટાયરમાં પ્રેશર બરાબર નથી તો તેનાથી પણ બાઈકના માઈલેજ પર અસર થાય છે. તેથી બાઈકના ટાયરનું પ્રેશર નિયમિત ચેક કરો. 

યોગ્ય ગેર પસંદ કરો

બાઈકની માઈલેજ વધારવી હોય તો યોગ્ય ગેર પસંદ કરવો જરૂરી છે. યોગ્ય ગેરના કારણે એન્જીન વધારે સુવિધાજનક રીતે કામ કરે છે. 

ઓછી સ્પીડ

વધારે સ્પીડમાં ચલાવવાથી પણ પેટ્રોલની ખપત વધી જાય છે. તેથી હંમેશા બાઈકને ઓછી સ્પીડમાં ચલાવો.

વારંવાર બ્રેક

અનિયમિત અને વારંવાર બ્રેક લગાવવાથી પણ માઈલેજ ઘટી જાય છે. તેથી સમયાંતરે બ્રેક પૈડ અને બ્રેક ડ્રમ ચેક કરાવો અને વારંવાર બ્રેક લગાવવાથી બચો.

બાઈકની સર્વિસ

બાઈકની નિયમિત રીતે સર્વિસ કરાવવી પણ જરૂરી છે. તેનાથી બાઈકની માઈલેજ વધે છે. સર્વિસ દરમિયાન એન્જીન, ટાયર અને અન્ય પાર્ટ સારી રીતે કામ કરતાં થાય છે જેના કારણે માઈલેજ વધે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More