Home> Technology
Advertisement
Prev
Next

કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશભરમાં ધૂમ મચાવે છે આ 10 ગાડીઓ! પહેલાં નંબર પર છે આ કાર

Best Selling Hatchback Car: આ પહેલીવાર નથી કે જ્યારે બલેનો એક મહિનામાં સૌથી વધુ વેચાતી કાર બની હોય, ભૂતકાળમાં પણ અલગ-અલગ મહિનામાં આવું બન્યું છે. ગયા મહિને બલેનોના કુલ 18,733 યુનિટ્સનું વેચાણ થયું હતું, જેના કારણે તે સૌથી વધુ વેચાતી કાર બની હતી.

કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશભરમાં ધૂમ મચાવે છે આ 10 ગાડીઓ! પહેલાં નંબર પર છે આ કાર

Best Selling Hatchback Car: ભારતમાં દિનપ્રતિદિન ગાડીઓની ડિમાન્ડ વધતી જાય છે. નાના શહેરો હોય કે મેટ્રો સિટીની વાત કરીએ દરેક જગ્યાએ ત્યાં સુધી કે હવે ગ્રામિણ વિસ્તારોમાં પણ લોકો પોતાની કાર વસાવી રહ્યાં છે. ત્યારે એક ગાડી એવી છે જે દેશભરમાં ધૂમ મચાવી રહી છે. અહીં વાત થઈ રહી છે બલેનોની. મારુતિ સુઝુકી બલેનો મે 2023 મહિનામાં સૌથી વધુ વેચાઈ હતી. આ પ્રીમિયમ ફેમિલી હેચબેક કારના 18 હજારથી વધુ યુનિટ વેચાઈ ચૂક્યા છે.

આ પહેલીવાર નથી કે જ્યારે બલેનો એક મહિનામાં સૌથી વધુ વેચાતી કાર બની હોય, ભૂતકાળમાં પણ અલગ-અલગ મહિનામાં આવું બન્યું છે. ગયા મહિને બલેનોના કુલ 18,733 યુનિટ્સનું વેચાણ થયું હતું, જેના કારણે તે સૌથી વધુ વેચાતી કાર બની હતી. ત્યાર બાદ બીજા નંબરે મારુતિ સ્વિફ્ટ (17,300 યુનિટનું વેચાણ) અને ત્રીજા નંબરે મારુતિ વેગનઆર (16,300 યુનિટનું વેચાણ) છે. એટલે કે દેશમાં ટોપ-3 સૌથી વધુ વેચાતી કાર માત્ર મારુતિની છે.

સૌથી વધુ વેચાતી 10 કાર (મે 2023):

1. મારુતિ બલેનો - 18,700 યુનિટ વેચાયા
2. મારુતિ સ્વિફ્ટ - 17,300 યુનિટ વેચાયા
3. મારુતિ વેગનઆર - 16,300 યુનિટ વેચાયા
4. હ્યુન્ડાઈ ક્રેટા - 14,449 યુનિટ વેચાયા
5. ટાટા નેક્સોન - 14,423 યુનિટ વેચાયા
6. મારુતિ બ્રેઝા - 13,398 યુનિટ્સ વેચાયા
7. મારુતિ Eeco - 12,800 યુનિટ વેચાયા
8. મારુતિ ડિઝાયર - 11,300 યુનિટ વેચાયા
9. ટાટા પંચ - 11,100 યુનિટ વેચાયા
10. મારુતિ અર્ટિગા - 10,500 યુનિટ વેચાયા

મારુતિ સુઝુકી બલેનો:
બલેનો ભૂતકાળમાં પણ ઘણી વખત સૌથી વધુ વેચાતી કાર રહી છે. હેડ અપ ડિસ્પ્લે અને 360 ડિગ્રી કેમેરા જેવી ઘણી સેગમેન્ટ ફર્સ્ટ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેની કિંમતની રેન્જ રૂ. 6.61 લાખથી રૂ. 9.88 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) વચ્ચે છે. તે 1.2-લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જે પેટ્રોલ પર 90 PS અને 113 Nmનો પાવર આઉટપુટ કરે છે.

જ્યારે, સીએનજી પર આઉટપુટમાં થોડો ઘટાડો થાય છે. તે 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMT વિકલ્પો સાથે આવે છે પરંતુ CNG વર્ઝનમાં માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે. વધુ સારી માઈલેજ માટે તેમાં આઈડલ-સ્ટાર્ટ/સ્ટોપ ટેક્નોલોજી આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More