Home> Technology
Advertisement
Prev
Next

માઇલેજમાં મસ્ત છે આ 5 સ્કૂટર, આખું ગામ ફરશો તો ખૂટશે નહી પેટ્રોલ, જાણો કિંમત

Best Mileage Scooters:  જો તમે કોઇ એવું સ્કૂટર ખરીદવા માંગો છો, જે સારી માઇલેજ આપનાર છે, તો આ આર્ટિકલમાં અમે 5 સારી ફ્યૂલ એફિશિએન્સી ઓફર કરનાર સ્કૂટર્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

માઇલેજમાં મસ્ત છે આ 5 સ્કૂટર, આખું ગામ ફરશો તો ખૂટશે નહી પેટ્રોલ, જાણો કિંમત

Best Mileage Scooters In India: બજેટ સેગમેંટમાં સ્કૂટર અથવા બાઇક ખરીદનાર લોકો માટે માઇલેજ એક મોટો ફેકટર છે. જો તમે કોઇ એવું ખરીદવા માંગો છો, જે સારી માઇલેજ આપનાર છે, તો આ આર્ટિકલમાં અમે 5 સારી ફ્યૂલ એફિશિએન્સી ઓફર કરનાર સ્કૂટર્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આર્ટિકલમાં તમામ સ્કૂટર્સની કિંમત, એન્જીન અને માઇલેજની જાણકારી આપી છે. 

Tata Punch ની કટ્ટર 'દુશ્મન' આ SUV આપે છે 27km માઇલેજ, કિંમત પણ વધુ નથી
સસ્તા પ્લાનના ચક્કરમાં ઠગાઈનો ભોગ ના બનતા, વીમો લેતાં પહેલાં આ 7 બાબતો ચકાસી લેજો

YAMAHA FASCINO 125 FI HYBRID
યામાહા ફસીનો 125 એફઆઇ હાઇબ્રિડ (Yamaha Fascino 125 FI Hybrid) એ તેના સેગમેન્ટ (99 kg)માં સૌથી હલકું સ્કૂટર છે અને ઉત્તમ માઇલેજ આપે છે. તે 68 કિમી પ્રતિ લિટર સુધી માઈલેજ આપી શકે છે. તે ઓટોમેટિક સ્ટોપ એન્ડ સ્ટાર્ટ સિસ્ટમ અને સ્માર્ટ મોટર જનરેટર સાથે 125 સીસી બ્લુ કોર હાઇબ્રિડ એન્જિનથી સજ્જ છે. તેની કિંમત 79,600 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. તેમાં LED હેડલાઇટ, બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવા ફીચર્સ છે.

શેરબજાર બંધ થયા બાદ રોકાણકારોને મજા મજા કરાવી દીધી, 4500% ડિવિડન્ડની આપી મોટી ભેટ
RBIનો ઝટકો! બેંક ન તો ક્રેડિટ કાર્ડ આપી શકશે ના ઓનલાઈન નવા ગ્રાહકો બનાવી શકશે

HERO PLEASURE+
હીરો પ્લેઝર+ (HERO PLEASURE+) ની શરૂઆત કિંમત 71,213 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. આ સ્કૂટર 4 વેરિએન્ટ- VX, LX, XTEC ZX અને XTEC Sports માં આવે છે. આ 6 કલરમાં ઉપલબ્ધ છે. તેમાં 11.09 સીસીનું એન્જીન છે, જે 50 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઇલેજ આપી શકે છે. આ એન્જીન 8bhp પાવર અને 8.7Nm ટોર્ક જનરેટ કરે છે.

9 લાખની ગાડીમાં 80 લાખવાળી ઇજ્જત, મધ્યમવર્ગની છે રેંજ રોવર, ટપોટપ થઇ રહી છે બુક
2 BHK ફ્લેટમાં Centralized AC માટે કેટલા ખર્ચવા પડશે રૂપિયા? અહીં મળશે દરેક જાણકારી

TVS JUPITER
ટીવીએસ જ્યુપીટર (TVS Jupiter) ની કિંમત ₹73,340 થી ₹89,748 (એક્સ-શોરૂમ, દિલ્હી) વચ્ચે છે. તેનું વજન 109 કિલો છે. તેમાં 109.7 સીસી એન્જિન છે, જે 62 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઈલેજ આપી શકે છે. આ એન્જિન 7.8bhp પાવર અને 8.8Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં LED હેડલેમ્પ અને મોબાઈલ ચાર્જિંગ સોકેટ જેવા ફીચર્સ છે. તે 6 કલર ઓપ્શનમાં વેચાય છે.

કેરી ખાતા હો તો આ નુકસાન પણ જાણી લેજો, જાણો કોણે કેરી ના ખાવી જોઈએ
529 કરોડની આ મહેલ જેવી હોટલમાં લગ્ન કરશે અનંત-રાધિકા, 49 લક્ઝરી રૂમ, 3 રેસ્ટોરેન્ટ

HONDA ACTIVA 6G
હોન્ડા એક્ટિવા 6G (Honda Activa 6G) ની કિંમત ₹76,234 થી ₹82,234 (એક્સ-શોરૂમ, દિલ્હી) વચ્ચે છે. તેમાં 109.5 સીસી એન્જિન છે, જે 45 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપી શકે છે. આ એન્જિન 7.7bhp પાવર અને 8.9Nm ટોર્ક જનરેટ કરે છે. સ્કૂટરનું વજન 107 કિલો છે અને તે 6 કલર ઓપ્શન સાથે વેચાઈ રહ્યું છે. તે સ્માર્ટ કી ફંક્શન સાથે પણ આવે છે.

Vastu Tips: જો તમારા ઘરમાં પણ આ વૃક્ષો કે છોડ હોય તો ઉઘાડી ફેંકજો, નહીંતર છિનવી લેશે
ભાષણ આપતાં આપતાં બેભાન થાય કેન્દ્રીય મંત્રી, 'ટ્વીટ કરીને કહ્યું હું સ્વસ્થ્ય છું'

SUZUKI ACCESS 125
સુઝુકી એક્સેસ 125 (Suzuki Access 125) ની કિંમત ₹79,899 થી ₹90,500 (એક્સ-શોરૂમ, દિલ્હી) વચ્ચે છે. તેમાં 124 સીસી એન્જિન છે, જે 40 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઈલેજ આપી શકે છે. આ એન્જિન 8.7bhp પાવર અને 10Nm ટોર્ક જનરેટ કરે છે. સ્કૂટરનું વજન 104 કિલો છે.

લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશ
પીળા કેળા તો ખૂબ ખાધા લાલ કેળા પણ છે સ્વાસ્થ્યનો ખજાનો, કિડની-કેન્સર માટે કારગર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More