Home> Technology
Advertisement
Prev
Next

બ્લૂપ્રિંટે ખોલી દીધો Bajaj CNG મોટરસાઇકલનો રાજ, આઇલ્યા...આવા મળશે ફીચર્સ

Bajaj CNG Bike: બજાજ દુનિયાની પ્રથમ CNG મોટરસાઇકલ 18 જૂને લોન્ચ કરશે. કંપનીએ તાજેતરમાં પલ્સર NS400Z ની લોન્ચિંગ ઇવેન્ટમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. હવે મોટરસાઇકલની બ્લૂપ્રિંટ સામે આવી છે. 

બ્લૂપ્રિંટે ખોલી દીધો Bajaj CNG મોટરસાઇકલનો રાજ, આઇલ્યા...આવા મળશે ફીચર્સ

Bajaj CNG motorcycle Blue Print: બજાજ દુનિયાની પ્રથમ સીએનજી મોટરસાઇલ (CNG motorcycle) 18 જૂને લોન્ચ કરશે. કંપની તાજેતરમાં જ પલ્સર NS400Z ની લોન્ચિંગ ઇવેન્ટમાં એ વાતનો ખુલાસો કર્યો હતો. હવે આ મોટરસાઇકલની બ્લૂપ્રિંટ સામે આવી છે. આ પ્રથમવાર હશે કે જ્યારે મોટરસાઇકલની ડિઝાઇન સાથે સંકળાયેલી ડિટેલની આ બ્લૂપ્રિંટની મદદથી ખુલાસો થયો છે. બ્લૂપ્રિંટથી ફીચર્સની ડિટેલ સામે આવી છે. 

દુનિયાની પ્રથમ CNG Motorcycle લાવી રહી છે Bajaj, પેટ્રોલ- EV ને આપશે સીધી ટક્કર
Under Rs 10 lakh: Nexon કરતાં પણ વધુ સ્પેસ, 5 નહી 7 લોકો બેસી શકશે, 30 Km ની માઇલેજ

બ્લૂપ્રિંટનું માનીએ તો આ મોટરસાઇકલમાં સીએનજી સિલિન્ડરને સેટ કરવા માટે બ્રેસિઝ સાથે ડબલ ક્રેડલ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને સીટ નીચે વચ્ચે લગાવી છે. સીએનજી ભરાવવા માટે નોઝલને સામેની તરફ રાખવામાં આવી છે. આ મોટરસાઇકલમાં એક નાનકડી પેટ્રોલ ટેન્ક પણ મળશે. જેથી ફ્યૂલ નખાવવા માટે એક લિડ પણ લગાવવામાં આવી છે. સીએનજી અને પેટ્રોલ ટેંકને સમાવવા માટે 'સ્લોપર એન્જિન' મળશે. ગોળાકાર બ્રેસિજ ફેમ અને સીએનજી ટેંકને પકડવા માટે સબફ્રેમમાં વેલ્ડ કર્યું છે. 

કેવી હશે Maruti Suzuki Swift 2024, પહેલીવાર થયો ખુલાસો, ફીચર્સ જોઇ થઇ જશે પ્રેમ
ડોક્ટર એન્જીનિયરોનો પ્રથમ પ્રેમ છે આ સસ્તી કાર, 24 વર્ષથી છે નંબર 1, જબરી છે ડિમાન્ડ

બજાજની સીએનજી મોટરસાઇકલમાં બાયો ફ્યૂલ સેટઅપ મળવાની આશા છે. એવામાં આ બાઇકમાં એક ડેડિકેટેડ સ્વિચ મળી શકે છે, જે યૂઝરને સીએનજીમાંથી પેટ્રોલ અથવા પેટ્રોલમાંથી સીએનજી પર જવાની પરમિશન આપશે. CNG ની ટાંકી સીટની નીચે સ્થિત હશે, જ્યારે પેટ્રોલ ટાંકી તેની સામાન્ય સ્થિતિમાં હશે. કુલ મળીને બજાજની CNG મોટરસાઇકલની આ ખૂબી અને દમદાર માઇલેજ સેગમેન્ટમાં અગ્રેસર બનાવી શકે છે. એવું માનવામાં આવે છે કે આ બાઇક એક કિલો સીએનજીમાં 100Km થી 120Kmની માઈલેજ આપી શકે છે.

Ferrato Disrupter: 129KM રેંજ...25 પૈસા રનિંગ કોસ્ટ, લોન્ચ થઇ ધાંસૂ ઇલેક્ટ્રિક બાઇક
4 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં બેસ્ટ કાર્સ, 33 Km સુધીની માઇલેજ સાથે દમદાર ફીચર્સ

    
CNG મોટરસાઇકલના ફીચર્સની વાત કરીએ તો તેના બંને છેડે 17-ઇંચ વ્હીલ્સ અને 80/100 ટ્યૂબલેસ ટાયર મળવાની અપેક્ષા છે. ફ્રન્ટ ડિસ્ક અને રિયર ડ્રમ કોમ્બો કોમ્બિનેશન સાથે મળી શકે છે. સસ્પેંશન સેટઅપમાં આગળ ટેલીસ્કોપિક ફોર્ક અને પાછળ એક મોનોશોક યૂનિટ રહેશે. તેના ABS અને નોન-ABS બંને વેરિએન્ટ રજૂ કરવામાં આવી શકે છે. સીનેઅજી મોટરસાઇકલમં ગિયર ઇંડિકેટર, ગિયર ગાઇડેન્સ અને ABS ઇન્ડીકેટર જેવી ડિટેલ સાથે સેમી ડિજિટલ ઇંસ્ટ્રૂમેન્ટ કંસોલ મળવાની આશા છે. સ્પાઇ શોટ્સમાં LED હેડલાઇટ જોવા મળી શકે છે. તેની કિંમત લગભગ 70 હજાર રૂપિયા હોઇ શકે છે. 

હાચ્ચું... પૈસા આપવા છતાં પણ બધા ખરીદી ન શકે Rolls Royce? શું હોય છે નિયમ
મોકો ચૂકતા નહી! ₹1.14 લાખ સસ્તી મળી રહી છે આ કાર, આ ગ્રાહકોને મળશે ટેક્સ ફ્રી કાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More