Home> Technology
Advertisement
Prev
Next

Auto News: આ ટબુડી SUV આગળ તો ક્રેટા-બ્રેઝા પણ ઘૂંટણિયે પડી, ધૂંઆધાર વેચાણ, કિંમત 6.13 લાખથી શરૂ

Automobile News: ગત મહિને એટલે કે મે 2024માં વેચાણના આંકડા જોઈએ તો જે ગાડી બેસ્ટ સેલિંગ એસયુવી બની છે તેણે હુંડાઈ ક્રેટા, મારુતિ સુઝૂકી બ્રેઝા, મહિન્દ્રા સ્કોર્પિયો, મારુતિ સુઝૂકી ફ્રોન્ક્સ, ટાટા નેક્સોન, મહિન્દ્રા એસયુવી 3એક્સઓ, મારુતિ સુઝૂકી ગ્રાન્ડ વિતારા, હુંડઈ વેન્યુ અને મહિન્દ્રા બોલેરો જેવી અલગ અલગ સેગમેન્ટની એયુવીને પાછળ છોડી છે. જો તમને પણ કારોમાં રસ હોય તો ખાસ જાણો આ માહિતી...

Auto News: આ ટબુડી SUV આગળ તો ક્રેટા-બ્રેઝા પણ ઘૂંટણિયે પડી, ધૂંઆધાર વેચાણ, કિંમત 6.13 લાખથી શરૂ

ભારતમાં એસયુવીએ હેચબેક અને સેડાન કારોને વેચાણના મામલે ઘણી પાછળ છોડી છે. ગત મહિને એટલે કે મે 2024માં વેચાણના આંકડા જોઈએ તો જે ગાડી બેસ્ટ સેલિંગ એસયુવી બની છે તેણે હુંડાઈ ક્રેટા, મારુતિ સુઝૂકી બ્રેઝા, મહિન્દ્રા સ્કોર્પિયો, મારુતિ સુઝૂકી ફ્રોન્ક્સ, ટાટા નેક્સોન, મહિન્દ્રા એસયુવી 3એક્સઓ, મારુતિ સુઝૂકી ગ્રાન્ડ વિતારા, હુંડઈ વેન્યુ અને મહિન્દ્રા બોલેરો જેવી અલગ અલગ સેગમેન્ટની એયુવીને પાછળ છોડી છે. જો તમને પણ કારોમાં રસ હોય તો ખાસ જાણો આ માહિતી...

બેસ્ટ સેલિંગ એસયુવી
અમે જે કારની વાત કરીએ છીએ અને જે કારે ગયા મહિને ધૂરંધર ગણાતી કારોને પાછળ છોડી છે તે કાર છે ટાટાની પંચ. જે મે મહિનામાં બેસ્ટ સેલિંગ એસયુવી બની છે. એસયુવી ખરીદનારાઓ માટે હાલના દિવસોમાં ટાટા મોટર્સની નાનકડી એસયુવી પંચ ખુબ લોકપ્રિય બની છે. મે મહિનામાં 18,949 ગ્રાહકોએ ટાટાની પંચ કાર ખરીદી. 

અન્ય એયુવીનું વેચાણ
અન્ય કારોના વેચાણના આંકડા પર નજર ફેરવીએ તો હુંડઈ ક્રેટા ગત મહિને બીજી સૌથી વધુ વેચાયેલી કાર બની. જેના 14,662 યુનિટ્સ વેચાયા. આ ઉપરાંત મારુતિ સુઝૂકીની લોકપ્રિય સબ-4 મીટર કોમ્પેક્ટ એસયુવી બ્રેઝા મે 2024માં 14,186 યુનિટ્સ વેચાઈ. મહિન્દ્રા સ્કોર્પિયો સિરીઝની સ્કોર્પિયો-એન અને સ્કોર્પિયો ક્લાસિકના સંયુક્ત રીતે ગત મહિને 13,717 યુનિટ્સ વેચાયા. 

મારુતિની જ અન્ય કાર ફ્રોન્ક્સની વાત કરીએ તો ગત મહિને 12,681 ગ્રાહકોએ આ કાર ખરીદી. ટાટાની અન્ય લોકપ્રિય કાર નેક્સોન જે કોમ્પેક્ટ એસયુવી છે તેના ગત મહિને 11,457 યુનિટ્સ વેચાયા. નેક્સોનના મંથલી સેલમાં ગત મહિને સામાન્ય વધારો થયો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની બ્રાન્ડ ન્યૂ એસયુવી એક્સયુવી 3એક્સઓના લોન્ચ બાદ પહેલા જ મહિનામાં 11,457 યુનિટ્સ વેચાઈ ગયા. બ્રેઝા અને નેક્સોનની સરખામણીમાં આવેલી આ એસયુવી સસ્તી છે. 

મારુતિની લોકપ્રિય કાર ગ્રાન્ડ વિતારાની વાત કરીએ તો મિડસાઈસ એસયુવી ગ્રાન્ડ વિતારાના ગત મહિને 9,736 યુનિટ્સ વેચાયા. હુંડઈ મોટર ઈન્ડિયાની જબરદસ્ત કોમ્પેક્ટ એસયુવી વેન્યૂનું ગત મહિને 9327 યુનિટ્સ વેચાણ થયું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની વધુ એક કાર કોમ્પેક્ટ એસયુવી બોલેરોનું મે 2024માં 8026 યુનિટ્સનું વેચાણ થયું. બોલેરો સિરીઝમાં બોલેરો, બોલેરો નિયો અને બોલેરો નિયમો પ્લસ જેવી ગાડીઓ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More