Home> Technology
Advertisement
Prev
Next

Airtelની ધમાકા ઓફર, મળશે Jio કરતા પણ વધારે લાભ

એરટેલે પણ જીયો બાદ પોતાના નવા પ્લાનની જાહેરાત કરી છે. નવા પ્લાનની સાથે એરટેલે ટેલીકોમ માર્કેટમાં ધમાકો કર્યો છે. આ પ્લાનની કિંમત 419 રૂપિયા રાખવામાં આવી છે. 
 

Airtelની ધમાકા ઓફર, મળશે Jio કરતા પણ વધારે લાભ

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો અને એરટેલ વચ્ચે ધમાસાણ ચાલુ છે. જીયોએ હાલમાં પોતાની બીજી વર્ષગાંઠ ઉજવી હતી. આ અવસરે કંપનીએ ફ્રી ડેટા અને કેશબેક ઓફર આપી છે. રિલાયન્સ જીયો એજીએમમાં મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે તેઓ જીયોના યૂઝર્સની સંખ્યા વધારવા પર ધ્યાન આપી રહ્યાં છે. આજ કારણ છે કે કંપનીની રણનીતિ ટેલીકોમ માર્કેટમાં વધુ ખાસ ઓફર રજૂ કરવાની છે. પરંતુ તેમાં તેની વિરોધી એરટેલ પણ પાછળ રહેવાની નથી. એરટેલે પણ જીયો બાદ પોતાના પ્લાનની જાહેરાત કરી છે. નવા પ્લાનની સાથે એરટેલે ફરી એકવાર ટેલીકોમ માર્ટેમાં ધમાકો કરી દીધો છે. આ પ્લાનની કિંમત 419 રૂપિયા રાખવામાં આવી છે. 

મળશે 105 જીબી ડેટા
એરટેલના નવા પ્લાનમાં સૌથી વધુ 105 જીબી ડેટા ઓફર કરવામાં આવ્યો છે. પ્લાનની વેલેડિટી 75 દિવસની છે. યૂઝર્સને દરરોજ ઉપયોગ કરવા માટે 1.4 જીબી ડેટા મળશે. યૂઝર્સ કંપનીની વેબસાઇટ કે એપથી રિચાર્જ કરાવીને આ ઓફરનો લાભ ઉઠાવી શકે છે. એરટેલમાં પહેલાથી જ 399 અને 448 રૂપિયાનો પ્લાન ચાલી રહ્યો છે. તેની વેલેડિટી ક્રમશઃ 70 દિવસ અને 82 દિવસની છે. 

શું છે આ પ્લાનમાં? 
એરટેલ યૂઝર્સને આ પેકમાં અનલિમિટેડ લોકલ, એસટીડી કોલની સુવિધા મળે છે. પરંતુ તેમાં દરરોજ 300 મિનિટ સુધી કોલની સુનિધા સીમિત છે અને એક સપ્તાહમાં કોલની લિમિટ 1000  મિનિટ છે. યૂઝર્સને આ પ્લાનમાં ફ્રી નેશનલ રોમિંગ અને 100 એસએમએસ પણ મળશે. એરટેલ ટીવી એપ અને વિંક મ્યૂઝિકનું સબ્સક્રિપ્શન પણ તેમાં ફ્રી છે. 

જીયોએ ઓફર કર્યો હતો 349નો પ્લાન
રિલાયન્સ જીયોએ 349 રૂપિયાના પ્લાનમાં 1.5 જીબી ડેટા ઓફર કર્યો છે. તેની વેલેડિટી 70 દિવસની છે. તેમાં અનલિમિટિડ કોલિંગ અને 100 એસએમએસ દરરોજ મળે છે. આ સિવાય જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. અત્યારે મળી રહેલી જીયો ઓફર્સ પ્રમાણે 300 રૂપિયાના વધુ રિચાર્જ પર 50 રૂપિયા કેશબેક પણ મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More