Home> Technology
Advertisement
Prev
Next

Airtel ના શાનદાર પ્લાનમાં 500GB સુધી ડેટા અને અનલિમિટેડ કોલિંગ, જાણો વિગત

એરટેલના Me & My Family પ્લાન્સમાં 500જીબી સુધી ડેટા બેનિફિટ આપવામાં આવે છે. પ્લાન્સમાં કંપની 200 જીબી સુધી ડેટા રોલઓવર પણ આપી રહી છે. આ પ્લાનના સબ્સક્રાઇબર્સને અનલિમિટેડ કોલિંગ અને ફ્રી એસએમએસનો ફાયદો પણ મળે છે. 
 

Airtel ના શાનદાર પ્લાનમાં 500GB સુધી ડેટા અને અનલિમિટેડ કોલિંગ, જાણો વિગત

નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની  Airtel યૂઝર્સને ઘણા શાનદાર પોસ્ટપેડ પ્લાન ઓફર કરી રહી છે. કંપનીના પોર્ટફોલિયોમાં અનેક પ્લાન છે પરંતુ યૂઝર્સ વચ્ચે એરટેલનો 'Me & My Family' પ્લાન ખુબ પોપ્યુલર છે. આ પ્લાનમાં કંપની 500 જીબી સુધી ડેટા ઓફર કરી રહી છે. આ સિવાય પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, ફ્રી એસએમએસ સિવાય અન્ય બેનિફિટ પણ આપવામાં આવી રહ્યાં છે. આવો જાણીએ વિગત.

749 રૂપિયાવાળા પ્લાનમાં મળનાર બેનિફિટ
એરટેલના આ પ્લાનમાં દર મહિને 125જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. પ્લાનની ખાસિયત છે કે તેમાં કંપની રોલઓવર ડેટા બેનિફિટ આપી રહી છે. રોલઓવર ડેટા બેનિફિટની લિમિટ 200જીબી સુધી છે. આ પ્લાનમાં બે ફ્રી એડ ઓન નંબર પણ મળે છે. તેમાં એક રેગ્યુલર, જ્યારે બીજો ડેટા ઓનલી છે. પ્લાનના સબ્સક્રાઇબર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 ફ્રી એસએમએસ પણ મળે છે. 

આ પણ વાંચોઃ જીયોનો ધમાકેદાર પ્લાન, 126GB હાઈ-સ્પીડ ડેટા, અનલિમિટેડ કોલ અને ફ્રી ઓફર્સ  

999 રૂપિયાવાળા પ્લાનમાં મળનાર બેનિફિટ
આ પ્લાનમાં કંપની ચાર એડ ઓન પ્લાન ઓફર કરી રહી છે. તેમાં ત્રણ રેગ્યુલર પ્લાન છે અને એક ડેટા-ઓન પ્લાનમાં છે. બધા પોસ્ટપેડ કનેક્શનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. પ્લાનમાં યૂઝર્સને 200જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. 

1599 રૂપિયાવાળા પ્લાનમાં મળનાર બેનિફિટ
Me & My Family કેટેગરીનો આ પ્રીમિયમ પ્લાન છે. તેમાં કંપની 500 જીબી ડેટા ઓફર કરી રહી છે. પ્લાનમાં 200જીબી સુધી ડેટા રોલઓવર મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસ આપવામાં આવે છે. પ્લાનની એક ખાસ વાત છે કે તેમાં 200 ISD મિનિટ પણ મળે છે. મહત્વનું છે કે મહત્વનું છે કે ત્રણેય પ્લાનમાં કંપની એક વર્ષનું એમેઝોન પ્રાઇમ સબ્સક્રિપ્શન, એરટેલ એક્સટ્રીમ એપ અને વિંક પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More