Home> Technology
Advertisement
Prev
Next

Airtel ના યૂઝર્સની મોજ, 22 રૂપિયામાં મળશે સુપરફાસ્ટ 5જી ડેટા, અહીંથી કરાવો રિચાર્જ

Airtel એ તાજેતરમાં પોતાના પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. જો તમે પણ કોઈ નવો પ્લાન સર્ચ કરી રહ્યાં છો તો તેને તમારા લિસ્ટમાં સામેલ કરી શકો છો. આ પ્લાન 22 રૂપિયાની કિંમત સાથે આવે છે. 
 

Airtel ના યૂઝર્સની મોજ, 22 રૂપિયામાં મળશે સુપરફાસ્ટ 5જી ડેટા, અહીંથી કરાવો રિચાર્જ

નવી દિલ્હીઃ Airtel અને જિયો તરફથી રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરી દેવામાં આવ્યો છે. પરંતુ હજુ કેટલાક એવા રિચાર્જ પ્લાન છે જે યૂઝર્સ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ એરટેલનો 22 રૂપિયાવાળો પ્લાન છે અને તેમાં ઘણી ખાસિયત મળે છે. આજે અમે તમને તે પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ.

Airtel 22 Prepaid Plan-
આ પ્લાન એવા યૂઝર્સ માટે સારો સાબિત થઈ શકે છે જે ઓછી કિંમતવાળો પ્લાન સર્ચ કરે છે. તેમાં તમને 1 જીબી ડેટા આપવામાં આવે છે અને તે સુપરફાસ્ટ ઈન્ટરનેટ સાથે આવે છે. તેવામાં કહી શકાય કે આ તમારા માટે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. સાથે 1 જીબી ડેટાને કારણે તે ખુબ ટ્રેન્ડમાં રહે છે.

આ પણ વાંચોઃ દુનિયાના પહેલી પેટ્રોલ+સીએનજી બાઈક Freedom 125 CNG લોન્ચ થઈ, માઈલેજ જાણીને દંગ રહેશો

Airtel 33 Prepaid Plan-
જો તમે વધુ ડેટા સર્ચ કરી રહ્યાં છો તો આ પ્લાન તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં 1 દિવસમાં 2જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે તમને ઓછા પૈસામાં સુપરફાસ્ટ ઈન્ટરનેટ મળી શકે છે. આ પ્લાન ખરીદવા માટે તમારે ઓનલાઈન રિચાર્જ કરવું પડશે અને કોઈ એક્ટિવ પ્લાન તમારી પાસે હોવો જરૂરી છે. ત્યારબાદ તમે આ રિચાર્જ કરી શકો છો.

એરટેલે કર્યો ભાવ વધારો
એરટેલ તરફથી તાજેતરમાં રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. 3 જુલાઈથી દેશની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપનીએ પોતાના ટેરિફમાં વધારો લાગૂ કરી દીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More