Home> Sports
Advertisement
Prev
Next

વિજય હજારે ટ્રોફીઃ મુંબઈના 17 વર્ષીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ફટકારી બેવડી સદી

17 વર્ષના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારી છે. તે આમ કરનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેણે આ બેવડી સદી ઝારખંડ વિરુદ્ધ ફટકારી છે. 

વિજય હજારે ટ્રોફીઃ મુંબઈના 17 વર્ષીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ફટકારી બેવડી સદી

બેંગલુરૂઃ મુંબઈના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ બુધવારે પ્રતિષ્ઠિત વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. જયસ્વાલે અહીં ઝારખંડ વિરુદ્ધ ચાલી રહેલી વિજય હજારે ટ્રોફીના ગ્રુપ-એ મેચમાં 203 રનની દમદાર ઈનિંગ રમીને આ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. હાલની ટૂર્નામેન્ટમાં તે બેવડી સદી ફટકારનાર બીજો બેટ્સમેન છે. 

આ પહેલા, વિકેટકીપર-બેટ્સમેન સંજૂ સૈમસને કેરલ માટે રમવા ગોવા વિરુદ્ધ અણનમ 212 રન બનાવીને ઈતિહાસ રચી દીધો હતો. તે વિજય હજારે ટૂર્નામેન્ટની એક મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ ઈનિંગની સાથે 17 વર્ષીય જયસ્વાલ લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર નવમો ભારતીય બેટ્સમેન બની ગયો છે. 

ભારતીય બેટ્સમેનો દ્વારા લિસ્ટ-એમા ફટકારવામાં આવેલી 9 બેવડી સદીમાથી પાંચ વનડેમાં બનાવવામાં આવી છે. લિસ્ટ-એ વનડે મેચમાં રોહિત શર્માના નામે ત્રણ અને સેહવાગ અને સચિનના નામે એક-એક બેવડી સદી છે. 

B'day Special: જાણો દિગ્ગજ ઓલરાઉન્ડર કાલિસની રોમાંચક વાતો

વિજય હજારે ટ્રોફીમાં સૌથી પ્રથમ બેવડી સદી પાછલી સિઝનમાં ઉત્તરાખંડના કર્ણવીર કૌશલે ફટકારી હતી. તેણે સિક્કિમ વિરુદ્ધ 202 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More