Home> Sports
Advertisement
Prev
Next

IND vs ENG: હું પણ તેનાથી ડરું છું...યશસ્વી જયસ્વાલ કોનાથી ડરે છે? ફેન ગર્લને પાડી ના....

India vs England: યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડ સામે ધમાલ મચાવી રહ્યો છે. આ વચ્ચે યશસ્વીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં એક મહિલા ફેન યશસ્વીને રિક્વેસ્ટ કરી રહી છે પરંતુ તે કહેતા ના પાડે છે કે મને આનાથી ડર લાગે છે.

IND vs ENG: હું પણ તેનાથી ડરું છું...યશસ્વી જયસ્વાલ કોનાથી ડરે છે? ફેન ગર્લને પાડી ના....

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓપનિંગ બેટર યશસ્વી જયસ્વાલનું બેટ ઈંગ્લેન્ડ સામે જોરશોરથી બોચી લહ્યું છે. સિરીઝમાં સતત બે બેવડી સદી ફટકારી ચૂકેલા યશસ્વીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ડ્રેસિંગ રૂમની બાલકનીમાં ઉભો છે. સ્ટેન્ડમાં હાજર ફેન ગર્લ તેની સાથે વાત કરી રહી છે. તેમાં યશસ્વી હસ્તા હસ્તા જવાબ આપે છે કે તમે પણ હસવા લાગશો.

કોનાથી યશસ્વીને લાગે છે ડર?
વીડિયોમાં ફેન ગર્લ યશસ્વી જયસ્વાલને કહે છે કે તમારી ભૂજામાં છે તે દેખાડોને અહીં. પરંતુ યશસ્વી તેમ કરતો નથી. તે હસે છે અને માથુ હલાવી ના પાડે છે. ત્યારબાદ આ વાત યુવતી ફરી બોલે છે. તેના જવાબમાં યશસ્વી કહે છે- મને પણ ડર લાગે છે તેનાથી. આ વીડિયોમાં તે દેખાય રહ્યું નથી કે યશસ્વીની બાજુમાં કોણ છે. પરંતુ સોશિયલ મીડિયા યૂઝર્સ દાવો કરી રહ્યાં છે કે યશસ્વી રોહિત શર્મા વિશે બોલી રહ્યો છે. આ વીડિયો ક્યારનો છે તે સ્પષ્ટ નથી. 

રાંચીમાં રૂટનો જલવો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝનો ચોથો મુકાબલો રાંચીમાં શરૂ થયો છે. પ્રથમ દિવસે પહેલા સત્રમાં ભારતે ઈંગ્લેન્ડના પાંચ બેટરોને આઉટ કર્યા હતા. પરંતુ બીજુ અને ત્રીજું સેશન ઈંગ્લિશ ટીમના નામે રહ્યું. જો રૂટની સદીની મદદથી ઈંગ્લેન્ડે પ્રથમ દિવસે 302 રન બનાવી લીધા છે. પ્રથમ સત્રમાં પાંચ વિકેટ લેનારી ટીમ ઈન્ડિયાને બીજા અને ત્રીજા સત્રમાં માત્ર બે સફળતા મળી હતી. પર્દાપણ મેચમાં આકાશ દીપે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પ્રથમ સ્પેલમાં બેન ડકેટ, ઓલી પોપ અને ઝેક ક્રાઉલીને આઉટ કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More