Home> Sports
Advertisement
Prev
Next

Yashasvi Jaiswal ધ્વસ્ત કર્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ, એક સીરીઝમાં જ સૂરમાઓને આપી માત

Yashasvi Jaiswal Double Century: યશસ્વી જયસ્વાલે ઇંગ્લેંડ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં શાનદાર બેવડી સદી ફટકારી અને સૌરવ ગાંગુલીનો એક મોટો રેકોર્ડ તોડી દીધો છે. 

Yashasvi Jaiswal ધ્વસ્ત કર્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ, એક સીરીઝમાં જ સૂરમાઓને આપી માત

Yashasvi Jaiswal Runs IND vs ENG Test Series: ભારત અને ઇંગ્લેંડ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચમાં યશસ્વી જયસ્વાલે શાનદાર બેટીંગનો નમૂનો રજૂ કર્યો અને પોતાની શાનદાર બેટીંગથી બધાના દિલ જીતી લીધા. યશસ્વી જયસ્વાલે ઇંગ્લેંડના વિરૂદ્ધ ત્રીજા દિવસે સદી ફટકારી હતી. પરંતુ તે રિટાયર હર્ટ હોકર પેવેલિયન પરત ફર્યા. ત્યારબાદ મેચના ચોથા દિવસે તે પાછા બેટીંગ કરવા માટે આવી ગયા અને તેમણે ફરીથી બેવડી સદી ફટકારી. આ સાથે જ તેમણે 17 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો છે અને સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધા છે. 

3 મહિનામાં કેવી રીતે 27 વર્ષનો યુવક બની ગયો અરબપતિ, જાણો સફળતાની કહાની
ગુજ્જુ મહિલાએ 25 લાખની લોન સહાયથી શરૂ કર્યો બિઝનેસ: આજે વાર્ષિક ટર્નઓવર રૂ. 3 કરોડ

યશસ્વી જયસ્વાલે કર્યો કમાલ
યશસ્વી જયસ્વાલ ખૂબ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તેમના બેટમાં ખૂબ રન નિકળી રહ્યા છે. ઇંગ્લેંડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં તેમની સતત બીજી બેવડી સદી છે. આ પહેલાં બીજી ટેસ્ટ મેચમાં તેમણે 209 રન બનાવ્યા હતા.  ત્રીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે 214 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગા અને 12 સિક્સર સામેલ છે. ઇંગ્લેંડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં યશસ્વી જયસ્વાલ અત્યાર સુધી 545 રન બનાવી ચૂક્યા છે. આ સાથે જ તે ભારત માટે કોઇપણ ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ બનાવનાર લેફ્ટ હેંડર બેટ્સમેન બની ગયા છે. 

દ્રાક્ષની ખેતી ગુજરાતના ખેડૂતો બનાવી શકે છે માલામાલ, જાણો ક્યારે અને કેવી રીતે કરવી?
Grapes Benefits: દ્રાક્ષના છે જબરદસ્ત ફાયદા, ખરતા વાળ અને વજન ઘટાડવામાં કરે છે મદદ

ગાંગુલીને પાછળ છોડ્યા
આ પહેલાં આ રેકોર્ડ સૌરવ ગાંગુલીનું નામ હતું. ગાંગુલીએ પાકિસ્તાન વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં વર્ષ 2007 માં 534 રન બનાવ્યા હતા. હવે તે બીજા નંબર પર આવી ગયા છે અને યશસ્વી જયસ્વાલે 17 વર્ષ બાદ તેમનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ગૌતમ ગંભીરે વર્ષ 2008 માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં 463 રન બનાવ્યા હતા. 

દ્રાક્ષની ખેતી ગુજરાતના ખેડૂતો બનાવી શકે છે માલામાલ, જાણો ક્યારે અને કેવી રીતે કરવી?
Grapes Cultivation: માર્કેટમાં છે ડીમાન્ડ, દ્રાક્ષની ખેતી કરી બનો માલામાલ, ફોલો કરો આ રીત

ભારત માટે એક ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ડાબોડી બેટ્સમેન
545 યશસ્વી જયસ્વાલ 2004
534 સૌરવ ગાંગુલી 2007 
463 ગૌતમ ગંભીર 2008
445 ગૌતમ ગંભીર 2009

ઘરમાં પિત્તળનો સિંહ રાખતા હોવ તો જાણવી જરૂરી આ વાતો, નહીંતર ફાયદાને બદલે થશે નુકસાન
શનિદેવના ક્રોધને શાંત કરવા માટે આ પાંચ દેવી-દેવતાઓની કરો પૂજા , નહીં નડે શનિદેવ

આવી રહી છે કારકિર્દી
યશસ્વી જયસ્વાલ હજુ માત્ર 22 વર્ષની છે. તેણે વર્ષ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં એક મહત્વપૂર્ણ કડી બની ગયો છે. તેણે ભારત માટે અત્યાર સુધી 7 ટેસ્ટ મેચમાં 861 રન બનાવ્યા છે જેમાં ત્રણ સદી સામેલ છે.

આ દિશામાં ભૂલથી પણ ન રાખો સાવરણી, જાણો સાવરણીના રાખવાના નિયમો
ગરોળી જોઇ ઉછળકૂદ કરતી મહિલાઓ માટે ખાસ ટ્રિક, ઉભી પૂંછડીયે ભાગશે ગરોળી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More