Home> Sports
Advertisement
Prev
Next

સૌથી મોટી પ્રતિમા પછી હવે ગુજરાતને મળશે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ભેટ

અમદાવાદના મોટેરા વિસ્તારમાં 63 એકર જમીનમાં બની રહેલા આ સ્ટેડિયમમાં 1.10 લાખ લોકોના બેસવાની ક્ષમતા છે, વર્તમાનમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મેલબોર્નનું છે, જેમાં એક સાથે 90,000 લોકો બેસી શકે છે 

સૌથી મોટી પ્રતિમા પછી હવે ગુજરાતને મળશે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ભેટ

અમદાવાદઃ ગુજરાતમાં બનેલી વિશ્વની સૌથી મોટી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' બાદ હવે રાજ્ય ક્રિકેટના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનો રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. અમદાવાદના મોટેરા ખાતે નિર્માણાધિન આ સ્ટેડિયમના ફોટા તાજેતરમાં જ ઝારખંડમાંથી રાજ્યસભાના સાંસદ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના વાઈસ પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ ટ્વીટર પર શેર કર્યા છે. અત્યારે નિર્માણાધિન એવા આ મોટેરાના સ્ટેડિયમમાં 1.10 લાખ લોકોના બેસવાની ક્ષમતા છે. 

પરિમલ નથવાણીએ ટ્વીટ કરતા જણાવ્યું કે, "વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, મેલબોર્ન કરતાં પણ વિશાળ એવું આ સ્ટેડિયમ ગુજરાતના અમદાવાદ શહેરના મોટેરામાં નિર્માણાધિન છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો આ ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા બાદ સમગ્ર ભારત માટે ગૌરવ બની જશે. અત્યારે તેના નિર્માણકાર્યની કેટલીક ઝાંખી અહીં ફોટા સાથે રજૂ કરી રહ્યો છું."

fallbacks

અંદાજિત રૂ.700 કરોડના ખર્ચે નિર્માણાધિન આ સ્ટેડિયમ 63 એકર જેટલા વિસ્તારમાં બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અત્યંત ટૂંકા ગાળા 5 વર્ષમાં નિર્માણ કરનારી લાર્સન એન્ટ ટુબ્રો (એલ એન્ડ ટી) દ્વારા આ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 

IndvsAus: સિડની ટેસ્ટ ડ્રો, ભારતે રચ્ચો ઈતિહાસ, 72 વર્ષમાં પ્રથમવાર કાંગારૂની ધરતી પર જીતી ટેસ્ટ શ્રેણી

જીસીએની વેબસાઈટ મુજબ સ્ટેડિયમ વિશે જાણવા જેવી 10 બાબતોઃ- 

1. વર્ષ 2016માં અહીં રહેલા મોટેરા સ્ટેડિયમને તોડી પાડવામાં આવ્યું હતું. મોટેરા સ્ટેડિયમની દર્શક ક્ષમતા 54,000 હતા. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા તેના સ્થાને નવું, અત્યાધુનિક અને સંપૂર્ણ સુવિધાયુક્ત સ્ટેડિયમ બનાવવા માટે જૂનું સ્ટેડિયમ તોડી પડાયું હતું. 

2. જાન્યુઆરી, 2018માં નવા સ્ટેડિયમનો પાયો નાખવામાં આવ્યો હતો. 

3. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના સ્વપ્નદૃષ્ટા એવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સમગ્ર પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે. 

INDIA vs AUSTRALIA: મારા કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિઃ વિરાટ કોહલી

4. તેના બાંધકામનો કોન્ટ્રાક્ટ દેશની પ્રખ્યાત નિર્માણ કંપની લાર્સન એન્ડ ટૂર્બોને આપવામાં આવ્યો છે. 

5. વિશ્વના સૌથી મોટા મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમને ડિઝાન બનાવનારી આર્કિટેક્ટ ફર્મ પોપ્યુલસ દ્વારા ગુજરાતના આ નવા સ્ટેડિયમની ડિઝાઈન બનાવામાં આવી છે. 

fallbacks

6. નવું મોટેરા સ્ટેડિયમ 63 એકર વિસ્તારમાં બની રહ્યું છે અને તેમાં 1.10 લાખ લોકોના બેસવાની ક્ષમતા હશે. વર્તમાનમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મેલબોર્નનું છે, જ્યાં 90,000 દર્શકો બેસી શકે છે. ભારતમાં વર્તમાનમાં સૌથી મોટું સ્ટેડિયમ કોલકાતાનું ઈડન ગાર્ડન છે, જેમાં 66,000 દર્શકોનું ક્ષમતા છે.

7. નવા સ્ટેડિયમના નિર્માણનો અંદાજિત ખર્ચ રૂ.700 કરોડ છે. 

VIDEO: ઐતિહાસિક જીત બાદ વિરાટે પોતાની સેનાને કરાવ્યો ડાન્સ

8. આ સ્ટેડિયમમાં 4 ડ્રેસિંગ રૂમ, 55 રૂમ સાથેનું એક ક્લબ હાઉસ, 76 કોર્પોરેટ બોક્સ અને એક ઓલિમ્પિક સાઈઝનું વિશાળકાય સ્વિમિંગ પુલ પણ હશે. 

9. સ્ટેડિયમના અંદર જ એક ઈન્ડોર ક્રિકેટ એકેડમી પણ કાર્યરત કરવામાં આવશે. 

10. આ સ્ટેડિયમનું પાર્કિંગ પણ એટલું જ વિશાળ બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમના પાર્કિંગમાં 3000 ફોર વ્હિલ કાર અને 10,000 ટૂ-વ્હીલ પાર્ક કરી શકાશે. સાથે જ સમગ્ર સ્ટેડિયમમાં દર્શકો સરળતાથી હરી-ફરી શકે એવી ચાલવાની જગ્યા પણ હશે. 

સ્પોર્ટ્સના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More