Home> Sports
Advertisement
Prev
Next

ભારત-પાક મેચમાં ઈશાન કિશન નહીં, આ ખેલાડી બનશે રોહિતનો ઓપનિંગ પાર્ટનર! કેપ્ટને કર્યો ખુલાસો

India vs Pakistan: ICC ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બહુપ્રતીક્ષિત મેચ 14 ઓક્ટોબરે રમાશે. બંને દેશોના કરોડો ક્રિકેટ ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ દરમિયાન મોટી માહિતી આપી.

ભારત-પાક મેચમાં ઈશાન કિશન નહીં, આ ખેલાડી બનશે રોહિતનો ઓપનિંગ પાર્ટનર! કેપ્ટને કર્યો ખુલાસો

Rohit Sharma Statement, India vs Pakistan : ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC ODI વર્લ્ડ કપની બહુપ્રતીક્ષિત મેચ 14મી ઓક્ટોબરે એટલે કે આવતીકાલે અમદાવાદના પ્રતિષ્ઠિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને દેશોના કરોડો અને અબજો ક્રિકેટ ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ શુક્રવારે મોટી માહિતી આપી.

India vs Pakistan: ભારતના 5 બેટ્સમેન, જેમના નામથી જ વર્લ્ડ કપમાં થથરી જાય છે પાકિસ્તાન, યાદ આવી જાય છે નાની
178 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર અદભૂત સંયોગ, આ 3 રાશિવાળાઓને મળશે રાજા જેવો ધન-વૈભવ
Solar Eclipse 2023: નવરાત્રિ પહેલાં ખૂલી જશે નસીબ, આ રાશિના લોકો રાત-દિવસ છાપશે નોટો

ભારતની મજબૂત શરૂઆત
વિસ્ફોટક ઓપનર રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે ODI વર્લ્ડ કપમાં જોરદાર શરૂઆત કરી હતી અને તેની બંને મેચ જીતી હતી. ચેન્નાઈમાં રમાયેલી મેચમાં તેણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ પછી દિલ્હીમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનનો પરાજય થયો હતો. હવે ટીમ ઈન્ડિયાનો સામનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે. પાકિસ્તાને તેની અત્યાર સુધીની બંને મેચો પણ જીતી છે. તેણે નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવ્યું.

1 વર્ષ માટે નાણાંનું રોકાણ કરવા માગો છો તો આ છે 4 બેસ્ટ વિકલ્પ, મળશે ઉંચું વળતર 
Navratna Company:સરકારી કંપની તમને માલામાલ કરી દેશે, 6 મહિનામાં 45% ભાગ્યો શેર

રોહિતે પુષ્ટિ કરી!
આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન સામેની બહુપ્રતિક્ષિત મેચ પહેલા મોટી માહિતી આપી છે. રોહિત શર્માએ પુષ્ટિ કરી છે કે શુભમન ગિલ 99 ટકા ફિટ છે અને 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચ માટે ઉપલબ્ધ છે.

Tulsi Totke: તુલસીની મંજરી આ ચમત્કારી ઉપાય બનાવશે ધનિક, રૂપિયાથી છલકાશે તિજોરી
સરકારની ક્રિટિકલ વોર્નિંગ! Android 13, 12, 12L અને 11 યુઝર્સ જોખમમાં, તરત કરો આ કામ

ડેન્ગ્યુના કારણે બંને મેચ નથી રમ્યો
શુભમન ગિલ અને તેના ચાહકોને વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ મોટો આંચકો લાગ્યો છે. ગિલ ડેન્ગ્યુથી પ્રભાવિત હતો અને તેના કારણે તે ICC વર્લ્ડ કપની પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો. 24 વર્ષીય ગિલે 35 વનડેમાં કુલ 1917 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં બેવડી સદી પણ ફટકારી છે. આ સિવાય તેણે 18 ટેસ્ટમાં 966 રન અને 11 T20 ઈન્ટરનેશનલ મેચમાં 304 રન બનાવ્યા છે.

માટીમાંથી બનેલી આ 6 વસ્તુઓ ઘરમાં રાખશો તો પ્રસન્ન થશે મા લક્ષ્મી, ધનથી ઉભરાશે તિજોરી
સવારે ઉઠવાના આળસુ લોકો અપનાવે આ ટિપ્સ, ઉંઘ પણ ઉડી જશે અને તાજગી પણ રહેશે

Trending Quiz : એવો કયો જીવ છે જે પત્નીની બેવફાઈના ડરે રાતે પણ હાથ પકડીને સૂઈ જાય છે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More