Home> Sports
Advertisement
Prev
Next

રોહિત શર્માની ગાડીના ચલાન અંગેના વાત અફવા નીકળી, પોલીસે કહ્યું આવું કંઈજ બન્યુ નથી

પોલીસે રોહિત શર્માની ગાડીના ચલાન અંગેના સમાચારોને ફર્જી અને ખોટા ગણાવ્યાં. પોલીસે જણાવ્યું કે ઓવર સ્પીડની કે આવી કોઈ ઘટના બની જ નથી.

રોહિત શર્માની ગાડીના ચલાન અંગેના વાત અફવા નીકળી, પોલીસે કહ્યું આવું કંઈજ બન્યુ નથી

Traffic Challans Rohit Sharma: વનડે વર્લ્ડ કપ 2023 વચ્ચે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશ સામેની મેચ પહેલાં સોશિયલ મીડિયા પર એવી ખબરો વહેતી થઈ હતીકે, હીટમેન રોહિત શર્માને હાઈવે પર પોતાની લક્ઝરી કારને 200થી વધુ સ્પીડ પર દોડાવવી ભારે પડી ગઈ. જેના કારણે તેમના 3 ચલણ કપાયા. ટીમ ઈન્ડિયાએ શનિવારે 14 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ અમદાવાદમાં મેચ રમી હતી. ત્યારબાદ રોહિત શર્મા બે દિવસ માટે મુંબઈ આવ્યા હતા. પરંતુ હવે તેઓ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ માટે પુનામાં ટીમ સાથે જોડાઈ ગયા છે. મુંબઈથી પુના જતી વખતે રોહિત શર્માએ કારને 200 કરતા વધુ સ્પીડથી દોડાવી હતી.

વાત જાણે એમ હતી કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને ટીમ સાથે પુના પહોંચવાનું હતું. રોહિત શર્મા પવન હંસ હેલિકોપ્ટરથી અમદાવાદથી મુંબઈ પહોંચ્યા. પરિવાર સાથે બે દિવસ વિતાવ્યા બાદ તેઓ મંગળવારે બપોરે પુનામાં ટીમ સાથે સામેલ થવા માટે રવાના થયા. રોહિતે પોતાની બ્લ્યૂ લેમ્બોર્ગિનીના ડ્રાઈવરને પાછળની સીટ પર બેસાડ્યો અને પોતે ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયા. 

ટ્રાફિક વિભાગના સૂત્રનું કહેવું છે કે રોહિતે મુંબઈ પુના એક્સપ્રેસ પર પૂરપાટ ઝડપે ગાડી દોડાવી અને તેમના નંબર પર ત્રણ ચલણ મોકલવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે રોહિત શર્માની કાર 200 કિમી/કલાકની ઝડપને પાર પણ પહોંચી ગઈ. આવું એકથી વધુ વખત થયું અને એકવાર તો તેમની કાર 215 કિમીની ઝડપે પણ પહોંચી ગઈ. 

રોહિતની કારના ચલાન અંગે પોલીસે શું કહ્યું?
પોલીસે રોહિત શર્માની ગાડીના ચલાન અંગેના સમાચારોને ફર્જી અને ખોટા ગણાવ્યાં. પોલીસે જણાવ્યું કે ઓવર સ્પીડની કે આવી કોઈ ઘટના બની જ નથી. રોહિત શર્માની ગાડીના ચલાન અંગેના સમાચારો એ માત્ર એક અફવા છે. ઉલ્લેખનીયછેકે, એવી ખબર વહેતી થઈ હતીકે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પોતાની લેમ્બોર્ગિની કાર લઈને મુંબઈથી પૂણે પહોંચી રહ્યાં હતાં. ત્યારે તેમની કારની સ્પીડ 200 કિ.મી. પ્રતિ કલાકની હતી. જેને કારણે તેમની ગાડીના પોલીસે ત્રણ અલગ ચલાન કાપ્યા હતા. જોકે, પૂણે પોલીસે આ સમગ્ર ખબરોને અફવા ગણાવી. આમા કોઈ પણ પ્રકારનું તથ્ય નથી. પોલીસે એવું પણ જણાવ્યું કે, આવું કંઈજ બન્યું જ નથી. સોશિયલ મીડિયા પર સાવ પાયાવિહોણી ખબર વાયરલ થઈ રહી છે તે અંગે ધ્યાન આપવું નહીં.  

રોહિત શર્મા પાસેથી આવી આશા પણ નહીં હોય કોઈને. રોહિત શર્મા વિશે પહેલા પણ આવા સમાચારો સામે આવી ચૂક્યા છે તેઓ સ્પીડમાં ગાડી ચલાવે છે. જે કોઈ પણ સંજોગોમાં સારી આદત નથી. તેમણે એ વાત સમજવી જોઈએ કે તેઓ જે કરે તે તેમના ફેન્સ પણ ફોલો કરી શકે છે. પોતાની ચિંતાની સાથે તેમણે ફેન્સનો પણ ખ્યાલ રાખવો જોઈએ. 

આ તો થઈ રોહિત શર્માના સ્પીડ પ્રેમ વિશે વાત...આ સમગ્ર ઘટનાક્રમમાં એક વાત ધ્યાન આપવા જેવી જો કોઈ વાત હોય તો તે છે રોહિતની લેમ્બોર્ગિની કારની નંબરપ્લેટ. તેમની કાર પર વનડે  ક્રિકેટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર (264) છે. જે ખેલ પ્રત્યે તેમના ઝૂનુનને દર્શાવે છે. આ મુદ્દાથી અલગ વાત કરીએ તો રોહિત શર્માની ક્રિકેટ ક્ષમતા પર કોઈ સવાલ ન ઉઠાવી શકે. આ ધૂરંધર ઓપનરે હાલમાં જ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વિરુદ્ધ ધમાકેદાર ઈનિંગ રમીને ભારતને જીત અપાવવામાં સિંહ ફાળો આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More