Home> Sports
Advertisement
Prev
Next

World Cup 2023: પાકિસ્તાન ટીમને સરકાર પાસે નથી મળી વિશ્વકપ રમવાની મંજૂરી, સુરક્ષામાં ફસાયો પેચ

World Cup 2023: વર્લ્ડ કપ 2023ના વેન્યૂ તપાસ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સિક્યોરિટી ટીમ મોકલી શકે છે. તો પાકિસ્તાન ટીમને હજુ સુધી ભારત આવવા માટે તેની સરકારનું ગ્રીન સિગ્નલ મળ્યું નથી. 

World Cup 2023: પાકિસ્તાન ટીમને સરકાર પાસે નથી મળી વિશ્વકપ રમવાની મંજૂરી, સુરક્ષામાં ફસાયો પેચ

નવી દિલ્હીઃ World Cup 2023, Pakistan Team: વનડે વિશ્વકપ 2023 ભારતની યજમાનીમાં રમાવાનો છે. આ મેગા ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તો પાકિસ્તાન ક્રિકેટ ટીમે હજુ સુધી તેની સરકાર પાસે વર્લ્ડ કપમાં ભારત આવવા માટે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વર્લ્ડ કપ વેન્યૂ તપાસ માટે સિક્યોરિટી ટીમ મોકલી શકે છે. 

પરંતુ વેન્યૂ તપાસ માટે સિક્યોરિટી ટીમ મોકલવી પ્રક્રિયાનો ભાગ છે. પીસીબીના એક પ્રવક્તાએ ક્રિકેટ પાકિસ્તાન અનુસાર કહ્યું- મેચ વેન્યૂની સાથે બોર્ડે કોઈપણ ભારત પ્રવાસ માટે પાકિસ્તાન સરકારની મંજૂરીની જરૂરીયાત હોય છે. અમે માર્ગદર્શન માટે અમારી સરકારની સાથે સંપર્ક કરી રહ્યાં છીએ, અને અમને કોઈ મેસેજ મળશે તો અમે ઈવેન્ટ ઓથોરિટીને માહિતી આપીશું. પાકિસ્તાન ટીમ કુલ પાંચ વેન્યૂમાં રમશે, જેમાં અમદાવાદ, ચેન્નઈ, બેંગલોર, કોલકત્તા અને હૈદરાબાદ સામેલ છે. 

કેટલીક ટીમો કરે છે સિક્યોરિટી તપાસ
વર્લ્ડ કપ જેવી મોટી અને મહત્વની ઈવેન્ટ પહેલા કેટલીક ટીમો વેન્યૂ સિક્યોરિટી તપાસ કરાવે છે. નોંધનીય છે કે ભારતમાં રમાયેલ 2016 ટી20 વિશ્વકપ દરમિયાન આઈસીસીએ સિક્યોરિટીના મુદ્દાને ધ્યાનમાં રાખતા ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ ધર્મશાલાથી કોલકત્તા શિફ્ટ કરી હતી. 

આ પણ વાંચોઃ બુમરાહની વનડે વિશ્વકપમાં વાપસી થશે કે નહીં? અશ્વિને આપ્યું મોટુ અપડેટ

વિશ્વકપમાં પાકિસ્તાનનો કાર્યક્રમ
ઑક્ટોબર 6 - ક્વોલિઅર - હૈદરાબાદમાં
ઑક્ટોબર 12 - ક્વોલિઅર - હૈદરાબાદમાં
ઑક્ટોબર 15 - ભારત - અમદાવાદમાં
ઑક્ટોબર 20 - ઑસ્ટ્રેલિયા - બેંગલુરુમાં
23 ઓક્ટોબર – અફઘાનિસ્તાન –ચેન્નાઈમાં
ઑક્ટોબર 27 - દક્ષિણ આફ્રિકા - ચેન્નાઈમાં
ઑક્ટોબર 31 - બાંગ્લાદેશ - કોલકાતામાં
નવેમ્બર 4 - ન્યુઝીલેન્ડ - બેંગલુરુમાં
12 નવેમ્બર - ઈંગ્લેન્ડ - કોલકાતામાં.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા બંને ટીમ 2022માં રમાયેલા ટી20 વિશ્વકપમાં આમને-સામને થઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More