Home> Sports
Advertisement
Prev
Next

World Cup 2023: સતત 5 હાર બાદ ઈંગ્લેન્ડે જીતનો સ્વાદ ચાખ્યો, નેધરલેન્ડને પછાડી બીજી મેચ જીતી

England vs Netherlands, World Cup 2023: ઈંગ્લેન્ડની ટીમે બુધવારે પુનાના એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં નેધરલેન્ડને 160  રનથી હરાવી દીધુ. ઈંગ્લેન્ડની ટીમે વર્લ્ડ કપ 2023માં સતત 5 મેચમાં હારનો સામનો કર્યા બાદ જીતનો સ્વાદ ચાખ્યો છે

World Cup 2023: સતત 5 હાર બાદ ઈંગ્લેન્ડે જીતનો સ્વાદ ચાખ્યો, નેધરલેન્ડને પછાડી બીજી મેચ જીતી

England vs Netherlands, World Cup 2023: ઈંગ્લેન્ડની ટીમે બુધવારે પુનાના એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં નેધરલેન્ડને 160  રનથી હરાવી દીધુ. ઈંગ્લેન્ડની ટીમે વર્લ્ડ કપ 2023માં સતત 5 મેચમાં હારનો સામનો કર્યા બાદ જીતનો સ્વાદ ચાખ્યો છે. ઈંગ્લેન્ડના હાથે મળેલી આ હાર સાથે જ નેધરલેન્ડની ટીમ વર્લ્ડ  કપમાંથી બહાર થઈ ગઈ છે. 

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 339 રનનો વિશાળ સ્કોર કર્યો અને નેધરલેન્ડને જીત માટે 340 રનનો ટાર્ગેટ આપ્યો. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 108 રન કર્યા. બેન સ્ટોક્સે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 179 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડ  તરફથી મોઈન અલી અને આદિલ રશિદે 3-3 વિકેટ લીધી. ડેવિડ વિલેએ 2 વિકેટ લીધી. ક્રિસ વોક્સે એક વિકેટ લીધી. 

સ્ટોક્સની તોફાની ઈનિંગ
બેન સ્ટોક્સની તોફાની ઈનિંગના દમ પર ઈંગ્લેન્ડે આઈસીસી વર્લ્ડ વનડે વર્લ્ડ કપ મેચમાં નેધરલેન્ડ વિરુદ્ધ પહેલા બેટિંગ કરતા 9 વિકેટના ભોગે 339 રન કર્યા. બંને ટીમો હાલ વર્લ્ડ કપની ખિતાબી દોડમાંથી બહાર છે.  પરંતુ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને બાદ કરતા ટોપ સાત સ્થાન પર રહેનારી ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલીફાય કરશે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 2025માં પાકિસ્તાનમાં થશે. મેજબાન તરીકે પાકિસ્તાને ક્વોલિફિકેશન મેળવી લીધુ છે. 

ઈંગ્લેન્ડે છેલ્લી ઓવરોમાં ધૂંઆધાર બેટિંગ કરી
ઈંગ્લેન્ડને આ મેચમાં ઓપનર ડેવિડ મલાને 10 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 74 બોલમાં 84 રન કરી સારી શરૂઆત કરાવી જ્યારે 83 બોલમાં 108 રન કરારા સ્ટોક્સે મધ્યક્રમમાં ટીમને સ્થિરતા અપાયા બાદ છેલ્લી ઓવરોમાં ઝડપથી રન કર્યા. સ્ટોક્સને છેલ્લી ઓવરોમાં વોક્સનો સારો સાથ મળ્યો. જેણે 45 બોલમાં 51 રન કર્યા. 

મેચમાં 340 રનનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ 37.2 ઓવરોમાં જ 179 રન પર સમેટાઈ ગઈ. ટીમ માટે તેજા નિદામાનુરુએ સૌથી વધુ 41 રન કર્યા. જ્યારે કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે 38 રન, વેસ્લે બર્રેસીએ 37 અને સાઈબ્રેન્ડ એંગેલબ્રેક્ટે 33 રન કર્યા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More