Home> Sports
Advertisement
Prev
Next

AFG vs NED: અફઘાનિસ્તાનની જીતે વધારી દીધા પાકિસ્તાનના ધબકારા, પલટાઇ ગયું પોઇન્ટ ટેબલ!

AFG vs NED: અફઘાનિસ્તાને વનડે વર્લ્ડ કપ-2023 ((ODI World Cup-2023) ની મેચમાં શુક્રવારે નેધરલેન્ડ સામે 7 વિકેટે જીત નોંધાવી હતી. હશમતુલ્લાહ શાહિદીની કેપ્ટનશીપવાળી ટીમની 7 મેચમાં આ ચોથી જીત હતી. આ સાથે અફઘાનિસ્તાનની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી ઉપર પહોંચી ગઈ છે.

AFG vs NED: અફઘાનિસ્તાનની જીતે વધારી દીધા પાકિસ્તાનના ધબકારા, પલટાઇ ગયું પોઇન્ટ ટેબલ!

World Cup Points Table: અફઘાનિસ્તાને વનડે વર્લ્ડ કપ-2023 ((ODI World Cup-2023) ની મેચમાં શુક્રવારે નેધરલેન્ડ સામે 7 વિકેટે જીત નોંધાવી હતી. હશમતુલ્લાહ શાહિદી (Hashmatullah Shahidi) ની કેપ્ટનશીપવાળી ટીમની 7 મેચમાં આ ચોથી જીત હતી. આ સાથે અફઘાનિસ્તાનની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી ઉપર પહોંચી ગઈ છે.

બોયફ્રેન્ડને મોકલી રહી હતી પ્રાઈવેટ ફોટો : ભૂલથી એવા ગ્રુપમાં ગયો કે ભવાડો થઈ ગયો!
GF એકલી હતી તો ઘરે પહોંચી ગયો પ્રેમી,છોકરીના પરિવારે પકડી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ

લખનૌમાં ગર્જ્યું અફઘાનિસ્તાન 
લખનૌના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ વર્લ્ડ કપ મેચમાં નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આ નિર્ણય તેના પર ભારે પડ્યો. નેધરલેન્ડની ટીમ 46.3 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ નબીએ 28 રનમાં 3 વિકેટ લીધી હતી. નૂર અહેમદને 2 વિકેટ મળી હતી. આ પછી અફઘાનિસ્તાને 31.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રહમત શાહે 54 બોલમાં 8 ફોરની મદદથી 52 રન બનાવ્યા હતા. આ સાથે જ કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ અણનમ 56 રન ઉમેર્યા હતા. શાહિદીએ 64 બોલમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

500₹ માં ગેસ સિલિન્ડર, 15 લાખનો વિમો... કેન્દ્રીય મંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત
World Cup 2023: થઇ ગયું કન્ફોર્મ, બાકી ટૂર્નામેન્ટનો ભાગ નહી હોય આ ખેલાડી, રિપ્લેસમેન્ટની થઇ ગઇ જાહેરાત

પલટાઇ ગયું પોઈન્ટ ટેબલ 
આ જીત સાથે અફઘાનિસ્તાને પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનને પાછળ છોડી દેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. અફઘાનિસ્તાન હવે 5માં નંબરે પહોંચી ગયું છે. તેને ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની બરાબરી પર 8 પોઈન્ટ મળ્યા છે. ઓસ્ટ્રેલિયાએ 6માંથી 4 મેચ જીતી છે જ્યારે ન્યુઝીલેન્ડે 7માંથી 4 મેચ જીતી છે. જો કે, ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ +0.484 છે અને અફઘાનિસ્તાનનો -0.330 છે. પાકિસ્તાનનો નેટ રન રેટ -0.024 છે. 

મનાલી તો દરેક જાય! આ ઑફબીટ સ્થળોએ ફરી આવો, પછી તમે કહેશો - આ જ છે અસલી જન્નત!
સૌથી સસ્તું પેકેજ : દિવાળી બાદ 4 દિવસ ગોવા ફરી આવો, પત્ની થઈ જશે ખુશ ખુશ

પાકિસ્તાનની આગામી મેચ શનિવારે ન્યુઝીલેન્ડ સામે રમાવાની છે. જો બાબર એન્ડ કંપની હારી જશે તો સેમિફાઇનલમાં પહોંચવાની તેમની બાકી રહેલી આશાઓ પણ તૂટી જશે. અફઘાનિસ્તાનની આગામી બે મેચો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે રમાવાની છે, જે ખૂબ જ કપરી રહેવાની આશા છે. નેધરલેન્ડને 7 મેચમાંથી 5મી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું છે.

શું છે બેટમજી, ભણે છે કે નહીં લા'! ખલાસી ફેમ આદિત્ય ગઢવીએ પીએમ મોદીના કેમ કર્યા વખાણ
US VISA માટે લાંબુ વેટિંગ, 97000 ભારતીયની ધરપકડ, ઘૂસણખોરીના કેસમાં 5 ગણો વધારો

શાહિદીનો રેકોર્ડ
આ દરમિયાન, અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી વિશ્વ કપમાં પોતાના દેશ માટે સૌથી વધુ 50 પ્લસ સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે આવું 5 વખત કર્યું છે. તેની પાછળ રહેમત શાહ છે જેણે વર્લ્ડ કપમાં 4 વખત 50 પ્લસ સ્કોર બનાવ્યો છે. તે જ સમયે, રહેમત શાહ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે સતત ત્રણ વખત 50 પ્લસ સ્કોર કરનાર ખેલાડી બની ગયો.

બીજી પત્ની પતિના પેન્શનની નથી રહેતી હકદાર : સંતાનને પણ થાય છે અન્યાય
જો પત્ની ઘર છોડે તો પતિએ બીજા લગ્ન માટે કેટલા વર્ષ રાહ જોવી પડશે, જાણો શું છે કાયદો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More