Home> Sports
Advertisement
Prev
Next

દુખી સરફરાઝ બોલ્યો, ટીકા કરો પણ ખરાબ વ્યવહાર ન કરો

સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં સરફરાઝને ઈંગ્લેન્ડના એક મોલમાં પોતાના પુત્રને સાથે લઈને જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક પ્રશંસકે તેને રોકીને પૂછે છે આટલો 'જાડો' કેમ દેખાઈ રહ્યો છે.

દુખી સરફરાઝ બોલ્યો, ટીકા કરો પણ ખરાબ વ્યવહાર ન કરો

બર્મિંઘમઃ કેપ્ટન સરફરાઝ અહમદે એક સમર્થક દ્વારા આપત્તિજનક શબ્દ કહેવા પર પાકિસ્તાન ક્રિકેટના પ્રશંસકોને કહ્યું કે, તે ખેલાડીઓ પર વ્યક્તિગત રીતે દુર્વ્યવહાર ન કરે. માનચેસ્ટરમાં કટ્ટર વિરોધી ભારત વિરુદ્ધ ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાની પ્રશંસકોએ રાષ્ટ્રીય ટીમની ખુબ ટીકા કરી હતી. 

સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં સરફરાઝને ઈંગ્લેન્ડના એક મોલમાં પોતાના પુત્રને સાથે લઈને જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક પ્રશંસકે તેને રોકીને પૂછે છે આટલો 'જાડો' કેમ દેખાઈ રહ્યો છે. આ ફેને સરફરાઝની તુલના એક જાનવર સાથે કરી દીધી હતી. 

લંડનમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને પાકિસ્તાને સેમિફાઇનલની આશા જીવંત રાખ્યા બાદ સરફરાઝે કહ્યું, હું તેના પર કંઇ ન કહી શતું. લોકો અમારા વિશે શું કહે છે તેને નિયંત્રિત કરવા અમારા હાથમાં નથી. હારવું અને જીતવુ રમતનો ભાગ છે અને એવું નથી કે અમારી ટીમ પ્રથમ ટીમ છે જે મેચ હારી છે. આ પહેલાની ટીમોએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. 

તેણે કહ્યું, 'અમારે જે પ્રકારની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે, તે પ્રકારની આલોચના પૂર્વ ટીમોની થઈ હોત તો તેને અનુભવ થયો હોત કે આ પ્રકારની વસ્તુથી તેને કેટલી પીડા પહોંચે છે. હવે સોશિયલ મીડિયા છે, લોકો જે ઈચ્છે તે લખે છે, બોલે છે અને ટિપ્પણી કરે છે. તેનાથી ખેલાડીઓની માનસિકતા પર અસર પડે છે.'

World Cup 2019: ઇંગ્લિશ કેપ્ટન ઇયોન મોર્ગને જણાવ્યું છેલ્લી બે મેચમાં હારનું કારણ 

સરફરાઝે કહ્યું, 'આલોચના કરવા સમયે અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. અમારા ક્રિકેટ માટે ટીકા કરો પરંતુ અમારી સાથે દુર્વ્યવહાર ન કરો.' આ પહેલા પૂર્વ કેપ્ટન શોએબ મલિક અને મોહમ્મદ આમિરે પણ પ્રશંસકોને વ્યક્તિગત હુમલા ન કરવાની અપીલ કરી હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More