Home> Sports
Advertisement
Prev
Next

ટેનિસઃ માં બનનાર ખેલાડીઓની રેન્કિંગ હવે ત્રણ વર્ષ સુરક્ષિત રહેશે

આંતરરાષ્ટ્રીય મહિલા ટેનિસ સંઘે ખેલાડીઓને ડ્રેસ કોડમાં પણ રાહત આપી છે. 
 

ટેનિસઃ માં બનનાર ખેલાડીઓની રેન્કિંગ હવે ત્રણ વર્ષ સુરક્ષિત રહેશે

સેંટ પીટર્સબર્ગઃ હવે મહિલા ટેનિસ ખેલાડીઓની રેન્કિંગ માતા બનવાને કારણે નીચે નહીં આવે. આંતરરાષ્ટ્રીય  મહિલા ટેનિસ સંઘ (ડબલ્યૂટીએ)એ ગુરૂવારે આ નિર્ણય કર્યો છે. આવા ખેલાડીઓની રેન્કિંગ બ્રેક લીધાના ત્રણ  વર્ષના સમય સુધી સુરક્ષિત રહેશે. આ લાભ ઈજાને કારણે બહાર થનારા ખેલાડીઓને પણ આપવામાં  આવશે. પરંતુ ડબલ્યૂટીએએ આ ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં વરિયતા આપવાની ગેરંટીનો ઈન્કાર કર્યો છે. 

કોઈપણ ટૂર્નામેન્ટમાં સીડિંગ મળશે તેની ગેરંટી નથીઃ ડબ્લ્યૂટીએ
વરિયતા આપવાના મામલામાં ડબ્લ્યૂટીએની દલિલ છે કે, અધિકાર ટૂર્નામેન્ટોના આયોજકોની પાસે રહેશે.  પરંતુ એટલી ગેરંટી આપવામાં આવી છે કે, આવા ખેલાડીઓને પ્રથમ રાઉન્ડમાં કોઈપણ સીડેડ ખેલાડી સામે  મુકાબલો કરવો પડશે નહીં. 

B'day Special: જાણો ટીમ ઈન્ડિયાના ચાઇનામેન બોલર વિશે રસપ્રદ વાતો 

અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે 2017મા માં બન્યા બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં વાપસી કરી હતી, પરંતુ  તેને ફ્રેન્સ ઓપનમાં કોઈ વરિયતા આપવામાં ન આવી. પરંતુ વિમ્બલ્ડનમાં તેને 25મી વરિયતા આપવામાં  આવી હતી. આ સમયે તે રેન્કિંગ પ્રમાણે ટોપ-32માથી બહાર હતી. 

ડબલ્યૂટીએ ખેલાડીઓને ડ્રેસ કોડમાંથી પણ રાહત આપી છે. અમેરિકી સ્ટાર સેરેના વિલિયમ્સ હવે પોતાની  પ્રખ્યાત બ્લેક કેટ સૂટ પહેરી શકશે. ડબલ્યૂટીએએ કહ્યું કેસ લેંગિંગ અને મિડ થાઇ કમ્પ્રેશન શોર્ટ્સ વગર સ્કર્ટ  પણ પહેરી શકાશે. 

નોંધનીય છે કે, સેરેનાની 2016મા નંબર રેન્કિંગ હતી, માં બન્યા બાદ 2018મા જ્યારે તે કોર્ટ પર ઉતરી તો  તેને કોઈ રેન્કિંગ આપવામાં આવી નહતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More