Home> Sports
Advertisement
Prev
Next

વિરાટ કોહલીએ કહ્યુ, હું ફિલ્મમાં કામ કરવા તૈયાર, પણ રાખી આ શરત


વિરાટ કોહલીએ કહ્યુ કે, તે પોતાની બાયોપિકમાં કામ કરવા માટે તૈયાર છે પરંતુ તેના માટે તેણે એક શરત રાખી છે. કોહલીએ કહ્યુ કે, તે માત્ર ત્યારે ફિલ્મમાં કામ કરશે જ્યારે તેની સાથે અનુષ્કા હોય.

વિરાટ કોહલીએ કહ્યુ, હું ફિલ્મમાં કામ કરવા તૈયાર, પણ રાખી આ શરત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ કહ્યું કે, તે પોતાની બાયોપિકમાં કામ કરવા માટે તૈયાર છે પરંતુ તેની શરત માત્ર એટલી છે કે અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) આ ફિલ્મમાં તેની સાથે કામ કરે. 

કોહલીએ ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીની સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ વીડિયો સેશનમાં આ વાત કહી હતી. આ સેશન દરમિયાન બંન્ને એથલીટે ઘણા મુદ્દા પર વાત કરી હતી. 

કોહલીએ કહ્યુ, 'અનુષ્કાની સાથે હું જરૂર મારી બાયોપિકમાં કામ કરવા ઈચ્છીશ.' કોહલીએ કહ્યુ કે, તે આજે જે પ્રકારનો વ્યક્તિ છે તેનો શ્રેય અનુષ્કાને જાય છે. 

કોહલીએ કહ્યુ, 'હું હંમેશા આવો વ્યક્તિ નહતો. હું દિલથી માનુ છુ કે દરેક કોઈમાં એક આપવા અને દયાળુ ભાવ હોય છે પરંતુ હંમેશા એક એવી વ્યક્તિ હોય છે જે તમારી જિંદગીમાં આવીને આ ગુણોને સામે લાવે છે. મારા માટે અનુષ્કા તે ક્ષણ લઈને આવી જ્યારે મને તે અનુભવ શરૂ થયો કે માત્ર મારા વિશે નથી. આપણે બીજા માટે પણ કંઇક કરવુ જોઈએ.'

કરાર કરાયેલા ખેલાડીઓ માટે ટ્રેનિંગ શિબિરનું આયોજન નહીંઃ બીસીસીઆઈ

31 વર્ષીય આ ખેલાડીએ સ્વીકાર્યુ કે અનુષ્કાને મળ્યા પહેલા તે ખુબ આત્મકેન્દ્રીત હતા અને માત્ર પોતાના કન્ફર્ટ ઝોનમાં રહેવાનુ પસંદ કરતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More