Home> Sports
Advertisement
Prev
Next

CWC 2019: માઇકલ વોને કહ્યું- જે ટીમ ભારતને હરાવશે તે વિશ્વ વિજેતા બનશે

બે વખતની ચેમ્પિયન ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય છે. હાલના વિશ્વકપમાં અજેય રહેનારી એકમાત્ર ટીમ છે. ગુરૂવારે ભારતે વેસ્ટ ઈન્ડિઝને 125 રનથી પરાજય આપ્યો હતો. 
 

CWC 2019: માઇકલ વોને કહ્યું- જે ટીમ ભારતને હરાવશે તે વિશ્વ વિજેતા બનશે

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને ભારતીય ક્રિકેટ ટીમની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, જે પણ ટીમ હાલના વિશ્વકપમાં ભારતને હરાવવામાં સફળ રહેશે, તે ટૂર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કરશે. વોને ટ્વીટ કહ્યું, 'હું તે વાત પર ટકી રહીશ... જે ભારતને હરાવશે તે ટીમ વિશ્વકપ જીતશે.'

બે વખતની ચેમ્પિયન ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય છે. હાલના વિશ્વકપમાં આમ કરનારી તે એકમાત્ર ટીમ છે. ગુરૂવારે ભારતે વેસ્ટ ઈન્ડિઝને 125 રનથી પરાજય આપ્યો હતો. 

હાલમાં ભારત, છ મેચોમાં પાંચ જીત સાથે 11 પોઈન્ટ લઈને બીજા સ્થાને છે. 

આ વચ્ચે ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને પણ ટ્વીટ કરીને ભારતીય ટીમને શુભેચ્છા આપી હતી. તેણે લખ્યું, 'આ રીતે પ્રદર્શનનું સ્તર ઊંચુ કરતા રહો. શાબાશ.'

સુરેશ રૈનાએ કહ્યું, 'એવું કહેવામાં આવે છે કે એક સફળ ટીમનું સંતુલન હોય છે અને તેમાં બધા એક-બીજાની મદદ કરે છે. એવું લાગે છે કે ભારતીય ટીમે 30 રન ઓછા બનાવ્યા, પરંતુ બોલરોએ જવાબદારી લીધી. ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. શાનદાર યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મો. શમી.'

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More