Home> Sports
Advertisement
Prev
Next

VIDEO: કાર તો ઘણી જોઈ હશે પરંતુ આ વિસ્ફોટક બેટરે ખરીદી એવી મર્સિડીઝ કાર કે....

Mercedes-AMG GT: આઈપીએલ 2022ની સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહેલા વેસ્ટઈન્ડિઝના ધાકડ ઓલરાઉન્ડર આંદ્રે રસેલે પોતાની જાતે જ એક નવી બ્રાન્ડ ન્યૂ કાર ભેટ કરી છે. આઈપીએલ બાદ આરામ ફરમાવી રહેલા રસેલે મર્સિડીઝ-બેંજ એએમજી જીટી સ્પોર્ટ્સ કાર ખરીદી છે.

VIDEO: કાર તો ઘણી જોઈ હશે પરંતુ આ વિસ્ફોટક બેટરે ખરીદી એવી મર્સિડીઝ કાર કે....

Mercedes-AMG GT: આઈપીએલ 2022 પુરી થયા બાદ દરેક ટીમના ખેલાડીઓ રિલેક્સ મૂડમાં ફરી રહ્યા છે. હવે ખેલાડીઓ આઈપીએલમાંથી કમાયેલા રૂપિયાથી કાં તો વેકેશન એન્જોય કરી રહ્યા છે કે અથવા તો મોંઘીદાટ કાર ખરીદી રહ્યા છે. એવામાં એક વિસ્ફોટક ઓલરાઉન્ડરે હાલમાં એક ચમચમાતી મર્સિડીઝ કંપનીની કાર ખરીદીને ચર્ચામાં છે. પરંતુ આશ્ચર્યની વાત એવી છે કે આ કાર પોતાની જાતને ગીફ્ટ કરી છે. આ ખેલાડી પોતાની તાબડતોડ બેટિંગ માટે જાણીતો છે અને જ્યારે મેદાન પર રમવા ઉતરે ત્યારે ભલભલી ટીમના મોતિયા મરી જાય છે. તાજેતરમાં રમાયેલી આઈપીએલ સીઝનમાં આ ખેલાડીના બેટથી રનનો વરસાદ થયો હતો.

ખરીદી મર્સિડીઝ કાર
આઈપીએલ 2022ની સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહેલા વેસ્ટઈન્ડિઝના ધાકડ ઓલરાઉન્ડર આંદ્રે રસેલે પોતાની જાતે જ એક નવી બ્રાન્ડ ન્યૂ કાર ભેટ કરી છે. આઈપીએલ બાદ આરામ ફરમાવી રહેલા રસેલે મર્સિડીઝ-બેંજ એએમજી જીટી સ્પોર્ટ્સ કાર ખરીદી છે. રસેલે આ નવી કારની સાથે એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોની સાથે તેમણે એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.

રસેલે શેર કરી ખાસ પોસ્ટ
રસેલે આ કાર પોતાની જાતને જ ભેટમાં આપવા માટે ખરીદી છે. કારની સાથે વીડિયો શેર કરતા રસેલે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, હું હંમેશા મોટા સપના જોવું છું! પરંતુ સખત મહેનત અને સમર્પણ સાથે આ સપના પણ વાસ્તવિકતામાં ફેરવાય જાય છે. ભગવાન સારા છે.' રસેલની આ પોસ્ટ પર ક્રિસ ગેલ, સૂર્યકુમાર યાદવ, તબરેઝ શમ્સી, ડેરેન સેમીએ જવાબ આપતાં અભિનંદન પાઠવ્યા છે.

IPL 2022 માં કહેર વરસાવ્યો
આંદ્રે રસેલે આઈપીએલ 2022માં 14 મેચ રમી, જેમાંથી 12 ઈનિંગોમાં 335 રન બનાવ્યા. તેમણે આ દરમિયાન કુલ 32 છગ્ગા અને 18 ચોગ્ગા ફટકાર્યા. આ સીઝનમાં પોતાની ટીમ માટે સૌથી વધુ 17 વિકેટ પણ ઝડપી. પરંતુ તેમન ટીમ (કોલકાતા) પ્લેઓફમાં પહોંચી શકી નહોતી. સીઝનની શરૂઆત પહેલા આંદ્રે રસેલને કોલકાતા ફ્રેંચાઈઝીએ 12 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More