Home> Sports
Advertisement
Prev
Next

વિરાટ કોહલીની સાથે ઈંગ્લેન્ડનો સ્ટાર ફુટબોલર હેરી કેન રમ્યો ક્રિકેટ

ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર વિરાટ કોહલી અને ઈંગ્લેન્ડના સ્ટાર ફુટબોલર હેરી કેનની મુલાકાત થઈ હતી. 
 

વિરાટ કોહલીની સાથે ઈંગ્લેન્ડનો સ્ટાર ફુટબોલર હેરી કેન રમ્યો ક્રિકેટ

લીડ્સઃ ફુટબોલમાં ભલે ઘરેલૂ ટીમ કપ ન લાવી શકી પરંતુ ફીફા વિશ્વ કપ ગોલ્ડન બૂટ વિજેતા હેરી કેને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને શુભકામનાઓ આપી જે ક્રિકેટ વિશ્વ કપમાં યજમાન ટીમની પ્રથમ ટાઇટલની આશામાં ઈંગ્લેન્ડ ટીમ માટે સૌથી મોટુ વિઘ્ન બની શકે છે. ફુટબોલ વિશ્વ કપમાં પાછલા વર્ષે કેન 6 ગોલની સાથે ટોપ સ્કોરર રહ્યો હતો, જેણે ગોલ્ડન બૂટનો એવોર્ડ જીત્યો હતો અને ટીમ સેમિફાઇનલમાં પહોંચીને ચોથા સ્થાને રહી હતી. 

ઈંગ્લેન્ડની યજમાનીમાં રમાઇ રહેલા આઈસીસી વિશ્વ કપમાં બંન્ને સિતારા એકબીજાને મળ્યા અને કેને કોહલીની વિરુદ્ધ બેટિંગ કરી અને પછી ભારતીય કેપ્ટને બોલિંગ પણ કરી હતી. 

કેને ટ્વીટ કર્યું, 'હાલમાં લોર્ડ્સમાં વિરાટ કોહલીની સાથે થોડો શાનદાર સમય પસાર કર્યો. જો તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ (સેમિફાઇનલમાં) રમે છે તો તે મેચને છોડીને તેને વિશ્વ કપમાં બાકી મેચો માટે શુભકામનાઓ.' ટોટેનહમ હોટ્સપુરના આ ફોરવર્ડે કહ્યું, વિરાટ શાનદાર ખેલાડી છે. દબાવ વાળી પરિસ્થિતિઓમાં તમે ક્યા પ્રકારના ખેલાડી છે, તેનાથી રમતનો ખ્યાલ આવી જાય છે. તે વારંવાર આવી સ્થિતિમાંથી પસાર થાય છે. 

તેણે પોતાની મુલાકાતનો એક વીડિયો પણ શેર કર્યો છે. કોહલીએ તેમાં કેનના સવાલોના જવાહ આપતા કહ્યું, 'મને ફુટબોલ પસંદ છે. અમે એક દિવસ તેના વિશે જ વાત કરી રહ્યાં હતા. દરેક ક્રિકેટ ટીમ પોતાના વોર્મ અપ માટે ફુટબોલ રમે છે. ચોક્કસથી કહી શકું તે કોઈપણ ફુટબોલ ટીમ તેના માટે ક્રિકેટ રમતી નથી.'

World Cup 2019: પાકિસ્તાન બહાર, ન્યૂઝીલેન્ડ પહોંચ્યું સેમિફાઇનલમાં 

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કેનને સારો ક્રિકેટર ગણાવ્યો. ભારતીય સ્ટારે રમ્યા બાદ કહ્યું, તે ક્રિકેટમાં સારો છે, એટલો હું ફુટબોલમાં નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More