Home> Sports
Advertisement
Prev
Next

સહેવાગ બોલ્યો- મારે સિલેક્ટર બનવું છે, ટ્વીટર પર ફેન્સે ઉડાવી મજાક

પૂર્વ ભારતીય વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ માટે વીડિયો અને ફોટો શેર કરતો રહે છે.  

સહેવાગ બોલ્યો- મારે સિલેક્ટર બનવું છે, ટ્વીટર પર ફેન્સે ઉડાવી મજાક

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ માટે વીડિયો અને ફોટો શેર કરતો રહે છે. તે ક્યારેક-ક્યારેક સવાલ પણ પૂછે છે જેના પર તેના ફોલોઅર્સ જવાબ આપે છે. તેણે રવિવારે ટ્વીટર પર એક સવાલ પૂછ્યો જેના પર ઘણા લોકોએ જવાબ આપ્યો હતો. 

સહેવાગે લખ્યું, 'મારે સિલેક્ટર બનવું છે. કોઈ મને તક આપશે?' તેના પર ઘણા લોકોએ જવાબ આપ્યા. એક યૂઝરે લખ્યું, કરણ જોહર તમને તક આપશે. સુપ્રિયા નામની એક અન્ય યૂઝરે લખ્યું, 'તમે સિલેક્ટર બની જાઓ.'

fallbacks

મનીષ નામના એક યૂઝરે લખ્યું, 'તમે સિલેક્ટર બનવા માટે નથી. તેના માટે ખરાબ રમવું પડે છે.' અન્ય એક યૂઝરે લખ્યું, 'તમે કોચ બની જાવ, તે યોગ્ય રહેશે.' પરંતુ સહેવાગે તે જણાવ્યું નથી કે તે કઈ ટીમનો સિલેક્ટર બનવા ઈચ્છે છે. 

fallbacks

सहवाग बोले- मुझे सेलेक्टर बनना है, ट्विटर पर फैंस ने जमकर उड़ाया मजाक

40 વર્ષના વીરૂએ કરિયરની અંતિમ ટેસ્ટ મેચ 2013મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી. દિલ્હીના આ ક્રિકેટરના નામે 104 ટેસ્ટમાં 8586 રન અને 251 વનડેમાં 8273 રન નોંધાયેલા છે. તેણે વનડેમાં 96 અને ટેસ્ટમાં કુલ 40 વિકેટ ઝડપી છે. તેણે 19 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી જેમાં 2 અડધી સદીની મદદથી કુલ 394 રન બનાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More