Home> Sports
Advertisement
Prev
Next

VIDEO- ક્રિકેટ બાળકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છેઃ વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ક્રિકેટ એક મહાન શિક્ષક છે અને તેમાં માણસમાં પરિવર્તન લાવવાની ક્ષમતા છે. 
 

VIDEO- ક્રિકેટ બાળકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છેઃ વિરાટ કોહલી

સાઉથેમ્પ્ટનઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ક્રિકેટ એક મહાન શિક્ષક છે અને તેમાં માણસમાં પરિવર્તન લાવવાની ક્ષમતા છે. કોહલીની ટીમે વિશ્વકપ-2019મા ચારમાંથી પોતાની ત્રણ મેચ જીત્યા બાદ બે દિવસ સુધી આરામ કર્યો અને પછી નેટ પર પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ટીમે અહીં શનિવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ મુકાબલો કરવાનો છે. અફઘાન ટીમની સાથે રમાનારી મેચ પહેલા કોહલી સહિત ટીમના કેટલાક ખેલાડીઓએ ક્રિકેટ4ગુડ અભિયાન હેઠળ બાળકો સાથે ક્રિકેટની મજા માણી હતી. 

ક્રિકેટ વિશ્વકપની વેબસાઇટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં કોહલીએ કહ્યું, 'હું માનુ છું કે ક્રિકેટ બાળકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. તે માણસમાં ફેરપાર લાવી શકે છે કારણ કે તેના માધ્યમથી એક ખેલાડી પોતાના કરિયરમાં તે રીતે ઘણા તબક્કામાંથી પસાર થાય છે, જેમ કે તે પોતાના વાસ્તવિક જીવનમાં પસાર થાય છે. આ રમતના માધ્યમથી અમે પડવું, ઊભું થવુ, સારા અને ખરાબની ઓળખ અને મુશ્કેલ સ્થિતિમાં લડવાનું શીખવે છે. તેથી મારી નજરમાં ક્રિકેટ મહાન શિક્ષક છે.'

ભારતીય ટીમ અત્યાર સુધી આ વિશ્વકપમાં અજેય છે. તેણે પ્રથમ મુકાબલામાં આફ્રિકાને હરાવ્યું ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. ટીમની ત્રીજી મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. જ્યારે ચોથી મેચમાં તેણે કટ્ટર હરીફ પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. 

વાંચો વિશ્વકપના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More