Home> Sports
Advertisement
Prev
Next

Virat Kohli એ છોડી ટેસ્ટની કેપ્ટનશિપ, ટ્વીટ કરી આપી જાણકારી

વિરાટ કોહલીએ ભારતની ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી છે. તેમણે આ જાણકારી ટ્વીટ કરી આપી છે. 

Virat Kohli એ છોડી ટેસ્ટની કેપ્ટનશિપ, ટ્વીટ કરી આપી જાણકારી

નવી દિલ્હી: વિરાટ કોહલીએ ભારતની ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી છે. તેમણે આ જાણકારી ટ્વીટ કરી આપી છે. 

દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણીમાં મળેલી હાર બાદ વિરાટ કોહલીએ પોતાની જાતને ટેસ્ટ કેપ્ટન પદથી દૂર કરી લીધી છે. કોહલીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. કોહલીએ લખ્યું કે, 7 વર્ષ સુધી ભારતની ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરવી ખૂબ જ શાનદાર રહી. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ બાદ કોહલીએ T20 ટીમની કેપ્ટન્સી પણ છોડી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીનો ખરાબ સમય સમાપ્ત થઈ રહ્યો નથી. એક તરફ વિરાટ છેલ્લા બે વર્ષથી બેટથી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો છે તો હવે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે. બીસીસીઆઈએ પહેલા જ વિરાટને વનડેની કેપ્ટનશીપથી હટાવી દીધી હતી, જ્યારે તેણે પોતે ટી-20ની કેપ્ટનશીપ છોડી દીધી હતી. 

ટેસ્ટ કેપ્ટન તરીકે વિરાટ કોહલીનો રેકોર્ડ
• મેચ- 68
• જીત- 40
• હાર- 17
• જીતની ટકાવારી-58.82

વિરાટ કોહલીના કેટલાક મહત્વપૂર્ણ રેકોર્ડ
• ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન
• દક્ષિણ આફ્રિકાની ધરતી પર 2 ટેસ્ટ મેચ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન
• ઈંગ્લેન્ડની ધરતી પર 3 ટેસ્ટ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન

વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં બેટિંગનો રેકોર્ડ
• ઇનિંગ - 113
• રન - 5864
• એવરેજ - 54.80
• સદી - 20
• અર્ધસદી - 18
• બેવડી સદી - 7
• સર્વોચ્ચ સ્કોર - 254*

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More