Home> Sports
Advertisement
Prev
Next

world cup 2019: વિરાટ કોહલીનો કમાલ, કરી અઝહરના રેકોર્ડની બરોબરી

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી વિશ્વકપમાં સતત ત્રણ મેચોમાં ત્રણ અડધી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે. 

world cup 2019: વિરાટ કોહલીનો કમાલ, કરી અઝહરના રેકોર્ડની બરોબરી

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વિશ્વકપમાં શાનદાર લયમાં છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાઇ રહેલી મેચમાં વિરાટ કોહલીએ આ વિશ્વકપની સતત ત્રીજી અડધી સદી ફટકારી દીધી. આ પહેલા બે મેચોમાં તેણે અડધી સદી ફટકારી હતી. 

મોહમ્મદ અઝહરુદ્દીનની બરોબરી કરી વિરાટે 
વિરાટ કોહલીએ ભારતીય કેપ્ટન તરીકે વિશ્વકપ 2019મા અફઘાનિસ્તાન વિરુદ્ધ પોતાની ત્રીજી અડધી સદી ફટકારી હતી. વિરાટ પહેલા વિશ્વકપમાં આ લમામ માત્ર એક ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન કરી શક્યા હતા. હવે વિરાટે અફઘાનિસ્તાન વિરુદ્ધ અડધી સદી ફટકારીને અઝહરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વિરાટે 48 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

આ વિશ્વકપમાં વિરાટનું પ્રદર્શન 
વિરાટે આ વિશ્વકપમાં પ્રથમ પાંચ મેચોમાં સતત ત્રણ અડધી સદી પટકારી. વિરાટ વિશ્વકપની પ્રથમ મેચમાં આફ્રિકા વિરુદ્ધ 18 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 82 રન, ત્યારબાદ ત્રીજી મેચ વરસાદને કારણે ધોવાઇ ગઈ હતી. વિરાટે ચોથી મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ 77 રન બનાવ્યા હતા. હાલમાં તે 61 રન બનાવી બેટિંગ કરી રહ્યો છે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More