Home> Sports
Advertisement
Prev
Next

એકમાત્ર વિરાટ વિશ્વકપ ન જીતાવી શકે, બીજાએ પણ સાથ આપવો પડશેઃ તેંડુલકર

મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનું માનવું છે કે, એકલો વિરાટ વિશ્વ કપ ન જીતી શકે અને બીજા ખેલાડીઓએ તેની સાથે સારૂ પ્રદર્શન કરવું પડશે.
 

 એકમાત્ર વિરાટ વિશ્વકપ ન જીતાવી શકે, બીજાએ પણ સાથ આપવો પડશેઃ તેંડુલકર

નવી દિલ્હીઃ સતત સારુ પ્રદર્શન કરીને નવા-નવા રેકોર્ડ બનાવવા ભલે વિરાટ કોહલીની આદતમાં સામેલ થઈ ગયું હોય, પરંતુ ચેમ્પિયન ક્રિકેટર સચિન તેંડુલકરનું માનવું છે કે, એકલો વિરાટ વિશ્વ કપ ન જીતી શકે અને બીજા ખેલાડીઓએ તેની સાથે સારૂ પ્રદર્શન કરવું પડશે. તેંડુલકરે કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલની ભૂમિકા, બેટિંગ ક્રમમાં ચોથો નંબર અને ઈંગ્લેન્ડની સપાટ પિચો પર બોલરોની સ્થિતિ વિશે ખુલીને વાત કરી હતી. 

તે પૂછવા પર કે શું વિરાટ પર તે પ્રકારનો દબાવ હશે જેવો તેના પર 1996, 1999 અને 2003ના વિશ્વકપમાં હતો, સચિને કહ્યું, 'કમારી પાસે દરેક મેચમાં સારૂ પ્રદર્શન કરનારા કેટલાક ખેલાડી હોય છે, પરંતુ ટીમના સહયોગ વિના તમે કશું ન કરી શકો. એક ખેલાડીના દમ પર ટૂર્નામેન્ટ ન જીતી શકાય. જરાય નહીં. બીજાએ પણ દરેક સ્ટેજમાં પોતાની ભૂમિકા નિભાવવી પડશે. તેમ ન કરવા પર નિરાશા હાથ લાગશે.'

ભારતનો ચોથા નંબરનો બેટિંગ ક્રમ હજુ નક્કી નથી પરંતુ તેંડુલકરે કહ્યું કે મેચ સ્થિતિ અનુસાર તેના પર નિર્ણય લઈ શકાય છે. તેમણે કહ્યું, 'અમારી પાસે એવા બેટ્સમેન છે જે આ ક્રમ પર રમી શકે છે. આ એક ક્રમ છે જેમાં ફ્લેક્સિબલ રહેવું જોઈએ. મને તે કોઈ સમસ્યા લાગતી નથી. અમારા ખેલાડીઓ એટલું ક્રિકેટ રમ્યું છે કે ગમે તે ક્રમ પર બેટિંગ કરી શકે છે.'

Player Profile: વિશ્વકપમાં ઉતરશે સૌથી મોટી ઉંમરનો ખેલાડી, આવો છે રેકોર્ડ

તેંડુલકરે પરંતુ વનડે ક્રિકેટમાં બેટ્સમેનોની વધતી ભૂમિકા પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, 'બે નવા બોલ આવતા અને સપાટ પિચોને કારણે બોલરોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. એક ટીમ 350 રન બનાવી લે છે અને બીજી ટીમ 45 ઓવરમાં તેને હાસિલ કરી રહી છે.' તેમનો ઈશારો ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી વનડે સિરીઝ પર હતો. 

તેમણે કહ્યું, 'તેના પર વિચાર કરવો જોઈએ. બે નવા બોલ લેવા છે તો બોલરોને મદદગાર પિચો બનાવવામાં આવે અથવા એક નવા બોલની જૂની વ્યવસ્થા લાગૂ રહે, જેમાં રિવર્સ સ્વિંગ મળતી હતી.' તેંડુલકરે કહ્યું કે, કાંડાના સ્પિનરોની ભૂમિકા આ ટૂર્નામેન્ટમાં મહત્વની હશે. ભારતની પાસે ચહલ અને યાદવના રૂપમાં એવા બે બોલર છે, પરંતુ તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરઆંગણે પ્રભાવશાળી રહ્યાં નહતા. 

ઈંગ્લેન્ડનો સૌથી ખરતનાક ખેલાડી છે બટલરઃ પોન્ટિંગ

તેમણે કહ્યું, 'ઘણા એવા બોલર છે જેને બેટ્સમેન માપી લે છે પરંતુ તેને વિકેટ મળે છે. કુલદીપ અને ચહલને ઓસ્ટ્રેલિયા સિરીઝને લઈને વધુ પરેશાન થવાની જરૂર નથી. તેમણે મુરલીધરનનું ઉદાહરણ આપતા કહ્યું, ' મુરલી ઓફ બ્રેક અને દૂસરા ફેંકતો હતો. બેટ્સમેનો તેને ઓળખી લેતા હતા છતાં પણ તેને વિકેટ મળતી હતી.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More