Home> Sports
Advertisement
Prev
Next

VIDEO:ટીમ ઈન્ડિયાએ કરી નવ વર્ષની ઉજવણી, રહાણેએ લખ્યું- સિડનીમાં આકાશ ઝળહળી ઉઠ્યું

ભારતીય ક્રિકેટરોએ સિ઼ડનીમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. વિરાટ કોહલીએ પણ અનુષ્કા શર્મા સાથે એક ફોટો શેર કર્યો હતો. યુવરાજ સિંહ-વિરેન્દ્ર સહેવાને પ્રશંસકોએ શુભકામનાઓ પાઠવી 

VIDEO:ટીમ ઈન્ડિયાએ કરી નવ વર્ષની ઉજવણી, રહાણેએ લખ્યું- સિડનીમાં આકાશ ઝળહળી ઉઠ્યું

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મેલબર્ન ટેસ્ટ જીત્યા પહેલા 40 ટકા બાદ ફરી વાર ઉજવણી કરવાનો મૌકો મળ્યો છે. આ મૌકો વર્ષ 2019ની ઉજવણી કરવાનો હતો. દુનિયાભરમાં ક્રિકેટરો પર 2019 સપનાનું વર્ષ થવા જઇ રહ્યું છે. આ વર્ષમાં ક્રિકેટનું સૌથી મોટી ટૂર્નામેન્ટ આઇસીસી વર્લ્ડ કપ (ICC World Cup 2019)નું આયોજન થશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, ઉપ કેપ્ટન અજીક્ય રહાણેથી લઇને તમામ ક્રિકેટરોએ નવા વર્ષની ઉજવણી સાથે જોડાએલી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી. 

ભારીતય કેપ્ટન વિરાટ કોહલીએ નવા વર્ષની ઉજવણી પત્ની અનુષ્કા શર્મા સાથે કરી હતી. આ બંન્ને સિડનીના રોડ પર મસ્તી કરતા નજરે ચડ્યા હતા. વિરાટ કોહલીએ ત્યાર બાદ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનુષ્કા શર્માની સાથે ફોટો પણ શેર કર્યો અને તેના પ્રશંસકોને પમ નવા નવા વર્ષની ઉજવણી કરી હતી.

fallbacks

અજિક્ય રહામેએ પણ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સિડનીનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં આકાશમાં નવા વર્ષની આતિશબાજી જોવા મળી હતી. રહાણેએ લખ્યું કે, આ સિંડનીમાં નવા વર્ષના સ્વાગતનું દ્રશ્ય છે. આતિશબાજીથી આકાશ જગમગ્યું હતું. રહાણેએ પ્રશંસકોએ આ વીડિયોના જવાબમાં શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે એક પ્રશંસકે લખ્યું કે આશા છે, કે તમે આગામી વર્ષમાં સદી બનાવશો.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

New year scenes at #Sydney. The sky was lit with these amazing fireworks! 😍 #HappyNewYear2019

A post shared by Ajinkya Rahane (@ajinkyarahane) on

 

ત્યારે પૂર્વ દિગ્ગજ વિરેન્દ્ર સહેવાગે પણ ટ્વિટર પર તેના ફેન્સને અભિનંદન પાઠવ્યા હતા. સહેવાગે તેની ફેમિલી સાથેની ફોટો શેર કરી હતી. સહેવાગે એક કવિતા પણ લખી છે. તેમણે લખ્યુ કે, જો બીત ગયા વહ સીમિત હે, જાના-સમજા હૈ. જો આનેવાલા હૈ વહ તો અપરિમિત હૈ. અનંત સંભાવનાઓ સાથે ભર્યા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. 

યુવરાજ સિંહે ફેન્સને એક ખાસ મેસેજ આપ્યો હતો. તેમણે કહ્યું કે તમારો ધ્યાન રાખો તમારા લોકોનું પણ ધ્યાન રાખો. આ વર્ષે તમારા સમયનો સદઉપયોગ કરો અને તમારા સપનાઓ પૂરા કરો. તેના માટે જીતવું જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More