Home> Sports
Advertisement
Prev
Next

VIDEO: સ્મિથે બનાવ્યો અણગમતો રેકોર્ડ, દર્શકોએ તાળીઓ પાડી કર્યું અભિવાદન

AUS vs NZ: ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે જ્યારે લાંબા સમય બાદ પોતાનું ખોતું ખોલ્યું તો દર્શકોએ ઉભા થઈને તેનું અભિવાદન કર્યું હતું. 
 

VIDEO: સ્મિથે બનાવ્યો અણગમતો રેકોર્ડ, દર્શકોએ તાળીઓ પાડી કર્યું અભિવાદન

નવી દિલ્હીઃ Steve Smith At SCG: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે આશરે 45 મિનિટ સુધી બેટિંગ કરી, પરંતુ એકપણ રન ન બનાવ્યો. સ્ટીવ સ્મિથના બેટથી પહેલો રન 46મી મિનિટે આવ્યો હતો. આ દરમિયાન પણ તેનો સાથે બેટ્સમેન માર્નસ લાબુશેન રન આઉટ થવાથી બચ્યો હતો. તેવામાં કહી શકીએ કે સ્ટીવ સ્મિથે પોતાના ટેસ્ટ કરિયરમાં આ સૌથી ધીમી શરૂઆત કરી છે. 

સ્ટીવ સ્મિથે કીવી ટીમ વિરુદ્ધ શરૂઆતમાં સંઘર્ષ કર્યો હતો. મેદાનમાં હાજર રહેલા દર્શકો પણ ચોંકી ગયા હતા કે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-2 બેટ્સમેન સ્મિથની સાથે શું થઈ રહ્યું છે. પરંતુ 39 બોલનો સામનો અને 46 મિનિટ બાદ સ્ટીવ સ્મિથે વર્ષ 2020માં પોતાનો પ્રથમ રન બનાવ્યો હતો. સ્મિથના ટેસ્ટ કરિયરની આ સૌથી ધીમી શરૂઆત કરી, કારણ કે સાડા છ ઓવર બાદ તેણે પ્રથમ રન બનાવ્યો હતો. 

સ્ટીવ સ્મિથ આ મુકાબલામાં મોટી ઈનિંગ રમવાનું ચુકી ગયો હતો. તેણે 182 બોલનો સામનો કરતા 63 રન બનાવ્યા હતા. તેને કોલિન ડિ ગ્રાન્ડહોમે આઉટ કર્યો હતો. સ્મિથે પોતાની આ ઈનિંગમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. 

AUS vs NZ: માર્નસ લાબુશેનની વધુ એક સદી, ન્યૂઝીલેન્ડ સામે કાંગારૂની મજબૂત શરૂઆત

મેચમાં ખાતું ખોલાવ્યા બાદ સ્ટીવ સ્મિથ માટે દર્શકોએ તાળીઓ પાડી, જેને જોઈને સ્મિથ હસવા લાગ્યો હતો. આ વચ્ચે સ્મિથે હાજર રહેલા દર્શકોનું અભિવાદન સ્વીકાર કર્યું હતું. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં આ પ્રથમ ઘટના નથી જ્યારે કોઈ બેટ્સમેને ખાતું ખોલાવવા માટે આટલા બોલનો સામનો કર્યો હતો. ઘણા બેટ્સમેનોએ તો 70-70 બોલનો પણ સામનો કરેલો છે. તો એક વખત ચેતેશ્વર પૂજારાએ ખાતું ખોલવા માટે 54 બોલનો સામનો કર્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More