Home> Sports
Advertisement
Prev
Next

VIDEO: 20 વર્ષ જૂનું બ્લેઝર પહેરીને પત્રકાર પરિષદમાં આવ્યો ગાંગુલી, કર્યો આ ખુલાસો..

સૌરવ ગાંગુલીએ અધ્યક્ષ બન્યા બાદ પોતાની પ્રાથમિકતા સ્પષ્ટ કરી દીધી છે. તેણે બોર્ડમાં લાગૂ વિવાદિત નિયમો હટાવવાની પણ વાત કરી છે. 
 

VIDEO: 20 વર્ષ જૂનું બ્લેઝર પહેરીને પત્રકાર પરિષદમાં આવ્યો ગાંગુલી, કર્યો આ ખુલાસો..
Updated: Oct 23, 2019, 05:56 PM IST

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટમાં પોતાની આગેવાનીથી નવો ઈતિહાસ લખનાર સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ બીસીસીઆઈના અધ્યક્ષના રૂપમાં નવી ઈનિંગની શરૂઆત કરી દીધી છે. તેણે બુધવારે અધ્યક્ષ તરીકે પોતાની ઈનિંગ તે અંદાજમાં શરૂ કરી છે, જેમ તે ક્રિકેટર તરીકે કરતા હતા. ગાંગુલીએ અધ્યક્ષ બન્યા બાદ મુંબઈમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. તેણે આ દરમિયાન પોતાની પ્રાથમિકતા સ્પષ્ટ કરી હતી. ગાંગુલીએ બોર્ડમાં લાગૂ વિવાદિત નિયમો હટાવવાની વાત પણ કહી હતી. 

સૌરવ ગાંગુલીનું બીસીસીઆઈ અધ્યક્ષ બનવું તે દિવસે નક્કી થઈ ગયું હતું, જ્યારે તેમની વિરુદ્ધ કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નહતી. બુધવારે તેમણે ઔપચારિક રીતે પદ સંભાળી લીધું છે. ગાંગુલી પાસે અધ્યક્ષ તરીકે ઘણી આશા રાખવામાં આવી રહી છે. તેમણે તેની શરૂઆત પણ આ અંદાજમાં કરી છે. 

સૌરવ ગાંગુલી પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં ઢીલુ બ્લેઝર પહેરીનેઆવ્યો, જેમાં બીસીસીઆઈનો લોગો હતો. તેના પર એક પત્રકારે પૂછ્યું કે મોટા ભાગના બોર્ડ અધ્યક્ષ બ્લેઝર પહેરતા નથી, જેના પર બીસીસીઆઈનો લોગો હોય. તેના પર ગાંગુલીએ જવાબ આપ્યો, 'મને આ બ્લેઝર ત્યારે મળ્યું હતું, જ્યારે હું કેપ્ટન બન્યો હતો. તેથી મેં નક્કી કર્યું હતું કે પત્રકાર પરિષદમાં આ બ્લેઝર પહેરીશ.'

સૌરવ ગાંગુલી બન્યા 39મા બીસીસીઆઈ પ્રમુખ, આવો જાણીએ અત્યાર સુધી કોણ-કોણ રહ્યું આ પદ પર  

સૌરવ ગાંગુલીએ કહ્યું, 'મેં તે નક્કી કરી લીધું હતું કે હું આ બ્લેઝર પહેરીશ. પરંતુ મને તે વાતનો અંદાજ નહતો કે આ એટલું ઢીલું હશે. કારણ કે મને કેપ્ટન તરીકે આ બ્લેઝર મળ્યું હતું. સૌરવ ગાંગુલીએ 1999મા પ્રથમવાર ભારતીય ટીમની કમાન સંભાળી હતી.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે