Home> Sports
Advertisement
Prev
Next

નેપિયર વન ડે જીત બાદ ધોની અને વિરાટે કરી ગ્રાન્ડ મસ્તી, ફેન્સ પણ થયા ખુશ : જુઓ વીડિયો

નેપિયર વન ડેમાં ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત બાદ મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીએ ટીમ સાથે મેદાનમાં ગ્રાન્ડ મસ્તી કરી હતી. હૈવરબોર્ડની સવારી કરી બંનેએ મેદાનમાં પ્રેક્ષકોનું દિલ જીત્યું હતું. ફેન્સ પણ ખુશ થઇ ગયા હતા. 

નેપિયર વન ડે જીત બાદ ધોની અને વિરાટે કરી ગ્રાન્ડ મસ્તી, ફેન્સ પણ થયા ખુશ : જુઓ વીડિયો

નેપિયર : ટીમ ઇન્ડિયાએ ન્યૂઝિલેન્ડ સામે નેપિયરમાં રમાયેલી પ્રથમ વન ડેમાં ઐતિહાસિક જીત મેળવી વધુ એક સિધ્ધિ મેળવી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ રેકોર્ડ બનાવ્યો હતો. પહેલી વખત ભારતીય બોલરોએ ન્યૂઝીલેન્ડમાં 40 ઓવરમાં ટીમને ઓલ આઉટ કરી હતી. ન્યૂઝીલેન્ડ સામે એમના જ ઘરમાં ભારતની આ સૌથી મોટી જીત છે.

આ મેચમાં પહેલા ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને માત્ર 157 રનમાં ઓલ આઉટ કર્યું હતું અને બાદમાં 34.5 ઓવરમાં લક્ષ્ય પ્રાપ્ત કરી જીત મેળવી હતી. આ મેચ બાદ ટીમ ઇન્ડિયા કેપ્ટન વિરાટ કોહલી અને મહેન્દ્ર ધોનીએ મેદાનમાં જ ગ્રાન્ડ મસ્તી કરી અનોખા અંદાજમાં ઉજવણી કરી હતી. 

આ મેચમાં ટીમ ઇન્ડિયાએ ફિલ્ડીંગને છોડી બાકી તમામ ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કર્યું. જો કેટલાક કેચ પકડી લેવાયા હોત તો ન્યૂઝીલેન્ડને 100 રન બનાવવા પણ મુશ્કેલ થઇ પડ્યા હોત. જોકે આ બાદ પણ ટીમના બહેતરીન પ્રદર્શનથી ખુશ કેપ્ટન વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીએ સેગવે હૈવરબોર્ડની સવારી કરી હતી.

કેપ્ટન કુલ કહેવાતા ધોનીએ પોતાના શાંત અંદાજમાં સવારી કરી હતી તો કોહલીએ સેગવે પર મસ્તી અને અલગ અંદાજમાં સવારી કરી અને અલગ અંદાજમાં વિવિધ તસ્વીરો પણ પડાવી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે અને બીસીસીઆઇએ પણ આ વીડિયો ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી શેયર કર્યો છે.

Sport News જાણો એક ક્લિક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More