Home> Sports
Advertisement
Prev
Next

VIDEO: ICC વિશ્વ કપમાં હવે માત્ર 50 દિવસ બાકી, જુઓ 50 યાગદાર સિક્સ

આઈસીસી વિશ્વ કપ 30 મેથી ઈંગ્લેન્ડમાં રમાશે. તેમાં કુલ 10 ટીમો ભાગ લેશે. 
 

VIDEO: ICC વિશ્વ કપમાં હવે માત્ર 50 દિવસ બાકી, જુઓ 50 યાગદાર સિક્સ

નવી દિલ્હીઃ ICC વર્લ્ડ ક્રિકેટ હજુ તે સમયમાં છે જ્યાં ક્રિકેટપ્રેમિઓની નજરો આઈપીએલની સાથે-સાથે વિશ્વ કપ પર પણ લાગેલી છે. ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વ કપ (World Cup 2019)માં હવે માત્ર 50 દિવસ બાકી છે. ન્યૂઝીલેન્ડે વિશ્વ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે અને ભારત સોમવારે પોતાની ટીમનું એલાન કરશે. આઈસીસીથી લઈને ક્રિકેટ સાથે જોડાયેલી તમામ સંસ્થાઓ વિશ્વ કપ સાથે જોડાયેલી યાદો શેર કરી રહી છે. 

આઈસીસી (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ બુધવાર (10 એપ્રિલ)એ કાઉનડાઉન (World Cup Countdown) હેઠળ તેણે એક વીડિયો શેર કર્યો છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, 'વિશ્વ કપમાં 50 દિવસ બાકી અને 50 સિક્સ.' બેટના આ અવાજને સાંભળો. 

આઈસીસી દ્વારા શેર કરાયેલા આ વીડિયોમાં વિશ્વ કપમાં ફટકારેલી 50 સિક્સ દેખાડવામાં આવી છે. વીડિયોની શરૂાત ગેલના શોટથી થાય છે, જે 39 વર્ષની ઉંમરે પણ સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાં સામેલ છે. આ 50 સિક્સમાંથી ત્રણ છગ્ગા ભારતીય ક્રિકેટરો દ્વારા ક્રિકેટરોના દેખાડવામાં આવ્યા છે. 

fallbacks

આ વીડિયોમાં આશ્ચર્યજનક રૂપથી એમએસ ધોનીની તે સિક્સ સામેલ કરવામાં આવી નથી, જે તેણે 2011ના વિશ્વ કપના ફાઇનલમાં વિનિંગ શોટ તરીકે લગાવવામાં આવી હતી. ભારતીય ક્રિકેટપ્રેમિઓ માટે આ ખુબ યાદગાર સિક્સ છે. સુનીલ ગાવસ્કર તો એક વાર કહી ચુક્યા છે કે, તેઓ પોતાના અંતિમ સમયમાં આ સિક્સ જોવા ઈચ્છશે. 

વિરાટ કોહલી સતત ત્રીજીવાર 'ક્રિકેટર ઓફ ધ યર' બન્યો, મહિલાઓમાં સ્મૃતિનો જલવો 

આઈસીસી વિશ્વ કપ 30 મેથી ઈંગ્લેન્ડમાં રમાશે. તેમાં કુલ 10 ટીમો ભાગ લેશે. અફગાનિસ્તાનનો આ બીજો વિશ્વ કપ હશે. બીજી તરફ ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ બે એવા દેશો છે, જેણે ટેસ્ટ ટીમનો દરજ્જો તો હાસિલ છે, પરંતુ તે આ વિશ્વ કપમાં જોવા મળશે નહીં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More